વઘઇના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે “વિશ્વ જમીન દિવસ”ની ઉજવણી કરાઈ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઇ, જિલ્લા ખેતીવાડી કચેરી- આહવા, આત્મા પ્રોજેકટ-ડાંગ, અને આહવા સ્થિત સેવાધામ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કે.વી.કે. વઘઇ ખાતે તા.૫મી ડિસેમ્બરે “વિશ્વ જમીન દિવસ” ની ઉજવણી કરવામા આવી હતી.
આ ઉજવણી કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને “જમીન સ્વાસ્થ્ય કાર્ડ”નું પણ વિતરણ કરવામા આવ્યુ હતું.
કાર્યક્રમમા ઉપસ્થિત વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સંકેતભાઇ બંગાળે “જમીન સ્વાસ્થય કાર્ડ”ની ઉપયોગીતા અને અગત્યતા ઉપર ભાર મૂકી, ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે મામલતદાર શ્રી સી.એ.વસાવાએ ખેડૂતો માટે તેની જમીનનું મહત્વ સ્પષ્ટ કર્યું હતુ.
જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સુનિલભાઈ પટેલ “જમીન સ્વાસ્થય કાર્ડ” મેળવવા અંગેની માહિતી પુરી પાડી હતી. તો આત્મા પ્રોજેકટના ડાયેરેક્ટર શ્રી પી. આર. માંનાણીએ ખેડૂતોને ઓર્ગેનિક (જૈવિક) ખેતીની જરૂરુયાત સાથે ખેડૂતોને આદરપ્રથા થી દૂર રહી તેના વૈકલ્પિક ઉપાયો જણાવ્યા હતાં
આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઇના તમામ વિષય નિષ્ણાતો, તથા ડાંગ જીલ્લાના ૭૦ થી વધુ ખેડૂત ભાઈઓ તથા બહેનોએ ઉત્સાહથી ભાગ લઈ પોતાની જમીનની ચકાસણી કરાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના અંતે ડૉ. પી.પી.જાવિયા એ આભારવિધિ આપી હતી.
લેખરાજ સામનાની
ડાંગ
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
www.nsnews.in
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA