આરોગ્યગુજરાતજીવનશૈલીદેશ દુનિયા

યુવકને લાકડીથી ફટકારનારા કોન્સ્ટેબલ સામે પગલાં લેવાશે , આ મામલે એચ ડિવિઝનના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર પીએમ પ્રજાપતિએ ઈન્કાવાયરી રિપોર્ટ સબમિટ કરી દીધો

યુવકને લાકડીથી ફટકારનારા કોન્સ્ટેબલ સામે પગલાં લેવાશે , આ મામલે એચ ડિવિઝનના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર પીએમ પ્રજાપતિએ ઈન્કાવાયરી રિપોર્ટ સબમિટ કરી દીધો


નારોલમાં માસ્ક પહેર્યા વિના જતા યુવકને લાકડી વડે ફટકારનારા કોન્સ્ટેબલ રમેશ ભરવાડ વિરુદ્ધ પોલીસ વિભાગ દ્વારા પગલા ભરવામાં આવશે. આ મામલે એચ. ડિવિઝનના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર પી.એમ પ્રજાપતિએ ઈન્કવાયરી રિપોર્ટ સબમિટ કરી દીધી છે. આ રિપોર્ટ મુજબ, કોન્સ્ટેબલ ભરવાડ દ્વારા ચૂક થઈ છે. ૧૬મી ડિસેમ્બર બનેલી આ ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ પોલીસ હવે એક્શનમાં આવી ગઈ છે. સીનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે, ઘટના નારોલમાં સ્વામિનારાયણ એપાર્ટમેન્ટ નજીક બની હતી, જ્યારે ભરવાડ એસએચઈ ટીમ સાથે પેટ્રોલિંગ પર હચો. આ દરમિયાન ભરવાડે એક વ્યક્તિને માસ્ક વિના ફોન પર વાત કરીને જતા જાેયો. ભરવાડે આ બાદ તે વ્યક્તિને લાકડીથી ફટકારવાનું શરૂ કરી દીધું. ઝોન-૫ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અચલ ત્યાગીએ કહ્યું, કોન્સ્ટેબલને ખોખરામાં તહેનાત કરવામાં આવ્યો હતો. તો પહેલો સવાલ એ છે કે તે નારોલમાં શું કરી રહ્યો હતો? ત્યાગી વધુમાં કહે છે, તેણે પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરવી જાેઈતી હતી અને નારોલ પોલીસ માસ્ક ન પહેરનારા વ્યક્તિ વિરુદ્ધ ઉચિત કાર્યવાહી કરી શકી હોત. અહીં તે વ્યક્તિને માર મારવાની કોઈ જરૂરિયાત નહોતી.” ત્યાગી વધુમાં કહે છે, કોન્સ્ટેબલ સામે ઈન્કવાયરી રિપોર્ટ ફાઈલ થઈ ગઈ છે અને અમે ચોક્કસ તેની સામે પગલાં ભરીશું. ડીસીપી ત્યાગીએ વધુમાં ૧૭મી ડિસેમ્બરે રામોલમાં બનેલી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. જેનો વિડીયો બીજા દિવસે વાઈરલ થયો હતો. જેમા માસ્ક વિના એક યુવક પકડાયો હતો. તેઓ કહે છે, અન્ય એક વ્યક્તિએ મહિલા કોન્સ્ટેબલને વિડીયો ઉતારવાનો પ્રયાસ કર્યો, જેમનું માસ્ક નાક પરથી ઉતરી ગયું હું. રામોલ પોલીસે તેમાં દરમિયાનગિરી કરી અને મહિલા કોન્સ્ટેબલ યુવક પાસેથી દંડ લઈ રહ્યા હતા. આ કેસમાં પણ ઈન્કવાયરી રિપોર્ટ ફાઈલ કરવામાં આવ્યો છે અને પોલીસકર્મી સામે યોગ્ય પગલા ભરીને કાર્યવાહી કરાશે.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button