ઉશ્કેરાયેલા દુકાનદારે ગ્રાહક ઉપર છરી વડે હુમલો કર્યો , અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ઘટના
પ્રતીકાત્મક તસ્વીર
સામાન્ય સામાન્ય રીતે ગુસ્સો ખૂબ જ ખરાબ હોય છે અને તેનાથી નુકસાન પણ થતું હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં બની છે. સામાન્ય બાબતે આરોપીએ વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કરી દીધો અને જેમાં ભોગ બનનારને ગંભીર ઇજા પહોંચી છે. ઘટનાની વાત કરીએ તો જમાલપુર શાકમાર્કેટ પાસે આવેલ કરિયાણાની દુકાનમાં એક વ્યક્તિ ૧૦ રૂપિયાની પાણીની બોટલ લીધી હતી અને જેને પાણી પીને રુપિયા પછી આપવાની વાત કરી હતી જેથી આરોપી આશિષ ગુપ્તા જે કરિયાણાની દુકાનનો મલિક છે તે ઉશ્કેરાઈ ગયો અને છરી વડે હુમલો કરી દીધો હતો. વાત કંઈ એમ છે કે ફરિયાદી રાકેશ ભાઈની મોટી દીકરી ઉપર ફોન આવ્યો હતો અને જેમાં કહ્યું કે તમારા મિત્ર ઉપર હુમલો થયો છે તમે આવો જેથી ફરિયાદી પોતાના પુત્ર સાથે ત્યાં પહોંચી ગયા અને જાેયુ તો ફરિયાદીના મિત્ર જીગ્નેશને ઈજા પહોંચી હતી. ફરિયાદીએ પહેલા જીગ્નેશભાઈ ને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાર બાદ તપાસ કરી તો જાણવા મળ્યું કે આરોપી આશિષ ગુપ્તાની દુકાનથી જીગ્નેશ ભાઈએ ૧૦ રૂપિયાની પાણીની બોટલ લીધી હતી અને રૂપિયા ન હોવાથી પછી આપવાની વાત કરી હતી જેથી આરોપીએ હુમલો કર્યો છે. હાલ આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૩૨૪,૨૯૪(બી) અને જીપીએ એક્ટ ૧૩૫(૧) મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જાેકે આ મામલે એ પણ તપાસ કરવામાં આવશે કે ખરેખર પાણીની બોટલ માટે હુમલો કરવામાં આવ્યો છે કે પછી અન્ય કોઈ કારણોસર જીગ્નેશ ભાઈ ઉપર છરી વડે હુમલો થયો છે. હાલ જીગ્નેશ ભાઈ ની સારવાર ચાલી રહી છે. જાેકે નજીવી બાબતે યુવક ઉપર છરી વડે થયેલા હુમલાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/