શિરડી મંદિરમાં દર્શન માટે ઓનલાઈન બુકિંગ જરૂરી ,ટ્રસ્ટ દ્વારા ભાવિકોને સુચના અપાઈ
શિરડી મંદિરમાં દર્શન માટે ઓનલાઈન બુકિંગ જરૂરી ,ટ્રસ્ટ દ્વારા ભાવિકોને સુચના અપાઈ
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં શિરડી ખાતે આવેલા પ્રખ્યાત સાઇ બાબા મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોને એડવાન્સ બૂકિંગ કરાવીને જ શિરડી આવવા ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે. સાઇ બાબા મંદિર ખૂલ્લું મુકાયા બાદ ધીમે ધીમે ભક્તોની સંખ્યા વધી રહી છે. આ સંદર્ભમાં ભક્તોને એડવાન્સ બૂકિંગ કરાવી લેવા સૂચના આપવામાં આવી છે. શરૂઆતમાં રોજના છ હજાર દર્શનાર્થી આવતા હતા. પરંતુ, હવે આ સંખ્યા રોજના ૧૫ હજાર લોકોની થઇ ગઇ છે. કોવિડ ગાઇડલાઇનના અમલને ધ્યાને રાખીને મંદિરમાં રોજના ૧૨ હજાર શ્રદ્ધાળુઓના દર્શનની જ વ્યવસ્થા કરી શકાય તેમ છે. આથી દર્શન પાસ ઓનલાઇન ઉપલબ્ધ કરાવાયા છે. તે મેળવીને જ શિરડી આવવાની વિનંતી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. વધુમાં ૧૦ વર્ષથી નીચેના બાળકો તથા ૬૫ વર્ષથી વધુ વયના લોકોને હાલ દર્શને આવવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/