Breaking: ગાંધીનગર ના કલોલમાં ONGCની પાઈપલાઈનમાં બ્લાસ્ટથી થતા બે મકાન તૂટ્યા , એક યુવકનું મોત 5 ઈજાગ્રસ્ત !
ગાંધીનગર ના કલોલમાં ONGCની પાઈપલાઈનમાં બ્લાસ્ટ થવાથી ગાર્ડન સિટી સોસાયટીમાં બંધ પડી રહેલાં બે મકાન ધરાશાયી થયાં. સોસાયટીના બંધ મકાનમાં આજે વહેલી સવારે ભેદી ધડાકો થયો હતો. જેના કારણે તે મકાન સહિત બાજુનું મકાન પણ ધરાશાયી થયું હતું. જેમાં બાજુના મકાન ના કાટમાળ માં કોઈ નીચે દબાયેલા હોવાનું જણાવતા ફાયર બ્રિગેડની ટીમે રેસક્યુ હાથ ધર્યું હતું. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસના અન્ય મકાનોને પણ નાનું-મોટું નુકસાન પહોંચ્યું હતું. સાથે સાથે મકાનના કાટમાળ માં આગ પણ ચાલુ હતી, આ દુર્ઘટનામાં એક વ્યક્તિ દટાઈ હતી તેને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ, ગેસ કંપની તેમજ ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ ઘટનામાં હાલમાં એકનું મોત અને 5 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે સોસાયટીના અન્ય મકાનોના કાચ તૂટી ગયાં હતા. યુવક કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા ના લીધે ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું હતું મકાનના નીચેથી ગેસની લાઈન પસાર થતી હોવાની ચર્ચાએ જોર પકડયું હતું બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે તેનો ધડાકો સમગ્ર કલોલમાં સંભળાયો હતો તેમજ સોસાયટીના અન્ય મકાનોમાં પણ કાચ તુટવા સહિતના નુકસાન થવા પામ્યું હતું. ઘટના સંદર્ભે ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર કલેકટર તથા જિલ્લા વહીવટી તંત્ર સાથે ટેલિફોનિક વાત કરી ઘટનાની માહિતી મેળવી તેની સમીક્ષા કરી હતી.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/