શ્રી રામ જન્મ ભુમીતીર્થ ક્ષેત્ર – નિધિ સમર્પણ અભિયાન, સંતો ભગતો શ્રી રામ મંદિર નિર્માણ અભિયાનમાં એકત્ર થયા
શ્રી રામ જન્મ ભુમીતીર્થ ક્ષેત્ર – નિધિ સમર્પણ અભિયાન સમગ્ર હિન્દુસમાજ રામ મંદિર નિર્માણ કાર્યમાં પોતાનું તન- મન- ધન થી યોગદાન આપે એના અનુસંધાન માં ડાંગ સ્વરાજ આશ્રમ , આહવા ખાતે ડાંગ ,વાંસદાના સાધુ , સંતો ભગતો શ્રી રામ મંદિર નિર્માણ અભિયાનમાં એકત્ર થયા
અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર જન્મ ભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ થાય તે હેતુથી હિંદુ સમાજ થી ઉધાર હાથે દાન નો પ્રવાહ વધારે એવી હાકલ કરવામાં આવી , સાધુ – સંતોએ સભામાં રામ મંદિર નિર્માણ સાથે રાષ્ટ્ર નિર્માણ થાય તે અનિવાર્ય છે. ડાંગ, વાંસદા નાં પ્રત્યેક ઘરમાં જઈ , રામ સાથે જોડીને દરેક ઘર માંથી ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી નાનું દાન થી લઇ મોટું દાન પણ મંદિર માટે સ્વીકારવા આહવાન કર્યું. હિંદુ સમાજ રામ કાર્ય માટે આગળ આવે , તે સમયની માંગ છે. નિધિ સામર્પણ અભિયાન માં વ્યક્તિ થી લઇ પરીવાર – પરિવાર થી લઇ ઘર , ગામ, તાલુકો , જીલ્લા સ્તર થી ઉપર બધા જ લોકો જોડાઈ નિધિ સંકલન નું ભાગીરથ કાર્ય કરે તે જરૂરી છે. આવું સંતો એ જણાવ્યું .
આ સભાની અંદર શ્રી અનેકરૂપી મહારાજ , બિલમાલ , માધુગુરું પુ. યશોદા દીદી , મુરલી બાગુલ , સત્યવાન ગુરુજી, મુલજી મહારાજ, વિગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા . આ કાર્યક્રમ ને સફળ બનાવવા સુરેશભાઈ નાયર, અમરનાથ ભાઈ જગતાપ અને ભાયકુભાઈ પવારે સફળતા પૂર્વક આયોજન કર્યું હતું.
લેખરાજ સામનાની
ડાંગ
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/