આરોગ્યગુજરાતદેશ દુનિયારાજકારણવ્યાપાર

ખેડૂતોને લાભ નહીં થાય તો કાયદામાં સંશોધન થશે : સિંહ ,ખેડૂતોના આંદોલનની વચ્ચે કેન્દ્રીયમંત્રીનું આશ્વાસન

ખેડૂતોને લાભ નહીં થાય તો કાયદામાં સંશોધન થશે : કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ ,ખેડૂતોના આંદોલનની વચ્ચે કેન્દ્રીયમંત્રીનું આશ્વાસનકૃષિ કાયદાઓને લઇને દિલ્હી બૉર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના આંદોલનને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. પોતાની માંગોને લઇને ખેડૂતો જીદે ચડ્યા છે. કૃષિ કાયદા પર પહેલીવાર કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. રાજનાથ સિંહે કહ્યું કે, કૃષિ કાયદાઓને એક વર્ષ માટે લાગુ થવા દો. જાે આ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત નહીં થાય તો આમાં જરૂરી સંશોધન કરવા માટે તૈયાર છીએ. શુક્રવારના દિલ્હીમાં એક રેલીને સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યું કે, હું પ્રદર્શન કરી રહેલા તમામ ખેડૂતોને કૃષિ કાયદા પર ચર્ચા માટે આગળ આવવાની અપીલ કરું છું. વાતચીત દ્વારા દરેક મુદ્દાનો ઉકેલ આવી શકે છે. વડાપ્રધાન ઇચ્છે છે કે ખેડૂતો સાથે વાતચીત ચાલુ રહે. તેમણે કહ્યું કે, અમારી સરકાર ક્યારેય એવું કંઈ નહીં કરે જે ખેડૂતોના હિતમાં ના હોય. રાજનાથ સિંહે કહ્યું કે, ધરણા પર જે લોકો બેઠા છે, તે ખેડૂત પરિવારમાં જન્મેલા ખેડૂતો છે. અમે તેમનું ઘણું જ સન્માન કરીએ છીએ. રાજનાથ સિંહે કહ્યું કે, હું ખુદ ખેડૂતનો દીકરો છું. મોદી સરકાર ક્યારેય એવું કંઈ નહીં કરે જે ખેડૂતોના હિતોની વિરુદ્ધ હોય. અત્યારે એક અથવા બે વર્ષ માટે કૃષિ કાયદાઓને લાગુ કરવા દેવામાં આવે. આને પ્રયોગ તરીકે જાેઇએ અને જાે આ ખેડૂતો માટે લાભકારી સાબિત નથી થતા તો સરકાર દરેક સંભવ હશે એ સંશોધન કરવા તૈયાર રહેશે. બીજી તરફ ખેડૂતોએ કૃષિ આંદોલન ઉગ્ર કર્યું છે. નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ લુધિયાનાના એક પેટ્રોલ પંપનો ઘેરાવો કર્યો અને કોઇને પણ ત્યાં પેટ્રોલ અથવા ડીઝલ ભરાવવા દેતા નથી. તો પંજાબના ભટિંડામાં બીજેપી ઑફિસનો ઘેરાવો કરવા જઇ રહેલા ભારતીય કિસાન યૂનિયનના ખેડૂતોને પોલીસે બેરિકેડ લગાવીને રોકવાનો પ્રયત્ન કર્યો, ત્યારબાદ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. ખેડૂતો બેરિકેડિંગ તોડીને બીજેપી ઑફિસમાં ઘુસ્યા અને ત્યાં જાેરદાર તોડફોડ કરી.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button