આરોગ્યગુજરાતજીવનશૈલીદેશ દુનિયારાજકારણવ્યાપાર

પાક. ચીનના ગળાનું હાડકું બન્યું ડ્રેગન બીઆરઆઈનું ફંડિગ રોકશે , પાકિસ્તાનનું અર્થતંત્ર ડૂબી જશે એવો ચીનને ડર સતાવે છે

પાક. ચીનના ગળાનું હાડકું બન્યું ડ્રેગન બીઆરઆઈનું ફંડિગ રોકશે , પાકિસ્તાનનું અર્થતંત્ર ડૂબી જશે એવો ચીનને ડર સતાવે છે

ગ્વાદરના રસ્તે ભારતને ઘેરવાના સપના જાેઈ રહેલા ચીનને પાકિસ્તાનની કંગાળ સ્થિતિ સતાવવા લાગી છે. પ્રેસિડન્ટ શી જિનપિંગના સપનાઓને બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ અંતર્ગત બનનાર ચીન પાકિસ્તાન સીપીઈસીનું નિર્માણ કાર્ય અનેક મહિનાઓથી ફંડની ઉણપના કારણે રોકાયેલું છે. પહેલા જ આ પ્રોજેક્ટમાં અબજાે ડોલર લગાવી ચૂકેલા ડ્રેગનની ચિંતા તેની સુરક્ષા અને વધતા ખર્ચે વધુ વધારી છે. કોરોના વાયરસના કારણે આ પરિયોજનાનું બાકી બચેલું કામ પણ બંધ છે. એશિયા ટાઈમ્સે અમેરિકાના બોસ્ટન યુનિવર્સિટીના રિસર્ચર્સના માધ્યમથી જાણકારી આપી છે કે ચીને હાલમાં જ પાકિસ્તાનનું ફંડ ઓછું કર્યું છે. ૨૦૧૬માં ચીનની સરકારી ચાઈના ડેવલપમેન્ટ બેંક અને એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેંક ઓફ ચાઈનાએ પાકિસ્તાનને ૭૫ બિલિયન ડોલરનું દેવું આપ્યું હતું. ૨૦૧૯માં આ રકમ ઘટીને ૪ બિલિયન ડોલર પર આવી ગઈ હતી. મોટી વાત એ છે કે આ વર્ષે એટલે કે ૨૦૨૦માં ચીને પાકિસ્તાનને માત્ર ૩ બિલિયન ડોલરની જ મદદ કરી છે. રિપોર્ટ અનુસાર, ચીને પોતાનું ફંડિગ સમજી વિચારીને બંધ કરવાનો ર્નિણય કર્યો છે. ચીને સીપીઈસીમાં પાકિસ્તાન તરફથી અનેક સ્ટ્રક્ચરલ નબળાઈઓ શોધી હતી. આ ઉપરાંત પાકિસ્તાનમાં હાજર રહેલ અપારદર્શક નીતિ અને ભ્રષ્ટાચારે ચીનની ચિંતાને વધારી છે. તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને જી-૨૦ના દેશોમાં દેવામાં હળવાશથી અપીલ કરી હતી. જેના કારણે ચીનને પોતાની રકમ ડૂબવાનો ડર લાગ્યો હતો. જી-૨૦ દેશોમાંથી દેવામાં રાહત હેઠળ, પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને વિશ્વ બેંકના ફોર્મેટ અનુસાર પૂર્વની મંજૂરી ઉપરાંત ઉંચા વ્યાજદર પર દેવું ન લઈ શકે. આ નિયમથી ચીન પણ બંધાયેલું છે. આ જ કારણોસર ચીન ઈચ્છે તો પણ પાકિસ્તાનને વધુ મદદ ન આપી શકે. આથી ડ્રેગન આવું કોઈ જ જાેખમ લેવા ઈચ્છતું નથી. ૭ વર્ષ પહેલા ૨૦૧૩માં જ જાહેર થયેલી ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરની ૧૨૨ પરિયોજનાઓમાંથી અત્યાર સુધીમાં માત્ર ૩૨ જ પૂરી થઈ છે. કેટલાક એક્સપર્ટ્‌સનું માનવું છે કે ચીનને વૈશ્વિક ઋણ આપવાની રણનીતિમાં ફેરફાર અને પાકિસ્તાનમાં વિશાળ માળખાને બનાવવાની પહેલથી પીછેહઠ કરવાનું મુખ્ય કારણ અમેરિકા સાથે ચાલુ બિઝનેસ યુદ્ધ પણ છે.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button