ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાની પાર્ટી બીટીપી અને ઓવેસી ની એ.આઈ.એમ.આઈ.એમ પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઠબંધન કરશે.
ઝઘડિયાના ધારાસભ્ય એક નિવેદનમાં ભાજપ-કોંગ્રેસ સામે બળાપો ઠાલવી લોકોના હિતમાં નવી પાર્ટી સાથે ગઠબંધન કરશે તેમ જણાવ્યું હતું.
છોટુ વસાવાએ આપેલા એક મહત્વના નિવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાતના રાજકારણમાં ઓવેસી ની એન્ટ્રી થશે. આવનાર સમયમાં છોટુ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને ઓવેસી ની એ.આઈ.એમ.આઈ.એમ પાર્ટી સાથે ગઠબંધન કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટણી લડીશું તેમ જણાવ્યું હતું. છોટુ વસાવાએ આજે આ નિવેદન આપતા ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં અમે ગઠબંધન કરી ભાજપ અને કોંગ્રેસને હરાવવાના પ્રયાસો કરીશું. મતદારો મત આપે છે અને તેમને મારવાની કોશિશ થાય છે તેમાંથી તેમને છુટકારો મેળવવા માટે લોકોએ બીજેપી અને કોંગ્રેસને અંજલી આપવી જોઈએ જેથી આ દેશના લોકો પોતાની રીતે જીવી શકે સુખી બની શકે યુવાનોને રોજગારી મળી શકે બેરોજગારોને રોજગારી મળી શકે એ જાતના પ્રયાસ અમે કરીશું.
નિમેષ ગોસ્વામી
ઝઘડીયા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/