નંદેસરી – ઉતરાયણ ની ઉજવણી કરવા બેન ના ઘરે જઈ રહેલા એકના એક ભાઈ નું પતંગ ની દોરી આવી જતા ગળું કપાયું! ઘટના સ્થળે મોત!
નંદેસરી – ઉતરાયણ ની ઉજવણી કરવા બેન ના ઘરે જઈ રહેલા એકના એક ભાઈ નું પતંગ ની દોરી આવી જતા ગળું કપાયું! ઘટના સ્થળે મોત!
વડોદરા ના ડભોઇ તાલુુકા ના ભિલાપુર ( કેલનપુર ) ના દીપકભાઈ વાલજીભાઈ રબારી જેમની ઉંમર 19 વર્ષ તેઓ પોતાની બેન ના ઘરે પારાજ સોજીત્રા ત્યાં ઉતરાયણ ની ઉજવણી કરવા માટે આજે બપોરે પછી ઘરે થી નીકળ્યા હતા, તેઓને રસ્તા માં ગંભીર અકસ્માત નું ભોગ બનવું પડયું, નંદેસરી ચોકડી હાઇવે ઉપર ના ઓવર બ્રિજ ઉપર પડેલ પતંગ ની દોરી દીપકભાઈ ના ગળા માં આવી જતા તેઓનું ગળું કપાઈ ગયું, ગળું દોરી થી કપાતા ની સાથે લોહી ની ધારા રોડ ઉપર વહી ગઈ, મોટી માત્રા માં લોહી વહી જવાના કારણે દીપકભાઈ રબારી નું ઘટના સ્થળે મોત નીપજ્યું !રાહદારીઓ એ 108 એમ્બ્યુલન્સ ને ફોન કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પોહચી હતી, વધુ કાર્યવાહી માટે મૃતદેહ ને વાસદ ની સરકારી હોસ્પિટલ માં મોકલવામાં આવેલ, નંદેસરી પોલીસ ને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોળી આવેલ. પરીવાર ના એકના એક દીકરા નું અચાનક મોત થતા પરિવાર ના માથે જાણે આભ ફાટ્યું હોય તેવા ધ્રસ્યો સર્જાયા!
વધુ માં ઉતરાયણ ના તહેવાર નિમિતે અને ઉતરાયણ પહેલા ચાઈનીઝ દોરી ના લીધે ગળું કપાવવાના બનાવ માં વધારો થયો છે!
આર્યનસિંહ ઝાલા
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/