એસએચઆરપી વુમન્સ વિન્ગ દ્વારા ધીરજ હોસ્પિટલ અને ક્રાઉન એચઆર સર્વિસીસ ના સંયુક્ત સહયોગથી આમોદર ગામ ખાતે નિશુલ્ક સર્વ રોગ નિદાન મેગા મેડિકલ કેમ્પ નું આયોજન થયું
એસએચઆરપી અને વુમન્સ વિન્ગ દ્વારા ધીરજ હોસ્પિટલ અને ક્રાઉન એચઆર સર્વિસીસ ના સંયુક્ત સહયોગથી આમોદર ગામ, વાઘોડિયા ખાતે તારીખ: ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ નિશુલ્ક સર્વ રોગ નિદાન મેગા મેડિકલ કેમ્પ નું આયોજન થયું હતું. જે અંતર્ગત ધીરજ હોસ્પિટલ ના ૨૦ થી વધુ ડોક્ટરો અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. આ મેગા મેડિકલ કેમ્પ મા દાંતના રોગ, સ્ત્રીરોગ, બાળ રોગ, કાન નાક ગળા ના નિષ્ણાત, જનરલ સર્જન, આંખના નિષ્ણાત અને હાડકાના રોગના નિષ્ણાત હાજર રહ્યા હતા. આ ઉપરાંત દર્દીઓને મફત ઇસીજી, ડાયાબિટીસની તપાસ અને દવાઓ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વાઘોડિયાના ધારાસભ્ય શ્રી મધુભાઈ શ્રીવાસ્તવ, ભાજપના ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ ભાર્ગવભાઈ ભટ્ટ, આઇપીએસ શ્રી જગદીશભાઈ, જીએસએફસી ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સંદીપ પુરોહિત, વાઘોડિયા સરપંચ સંઘના પ્રમુખ શ્રી બીપીન ભાઈ પટેલ, આમોદર ગામના સરપંચ શ્રી કેતુલ ભાઈ, પવલેપુર ગામ ના સરપંચ શ્રી રાકેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
આ મેગા મેડિકલ કેમ્પ મા આમોદર તેમજ આસપાસ ના પાંચ થી વધુ ગામના ૪૦૦ થી વધુ ગ્રામજનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. એમ વુમન્સ વિન્ગ ના કમીટી મેમ્બર વંદના પરમાર અને મનિષા રોહિતે વાતચીતમાં જણાવ્યું હતું.
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/