લોકલ ક્રાઇમ બાન્ચ, છોટાઉદેપુર દ્વારા કવાંટ પો.સ્ટે. વિસ્તારમાંથી ઇન્ડીગો ગાડીમાં લઇ જવાતા કિ.રૂ.૧,૧૪,૦૦૦/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા.
શ્રી હરેકૃષ્પ પટેલ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જિલ્લો નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ જરૂરી પેટ્રોલીંગ તેમજ નાકાબંધી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રીઓ તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ. જે અન્વયે ડી.જે.પટેલ પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી. સ્ટાફને જરૂરી સુચના આપતા એલ.સી.બી. સ્ટાફની ટીમ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી હકીકત મળેલ કે એમ.પી.માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી એક ગાડી કવાંટ બાજુથી પસાર થવાની છે. તેવી મળેલ બાતમી હકીકત આધારે ડી.જે.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા કવાંટ ટાઉનમાં નાકાબંધી કરી ટાટા ઇન્ડીગો માન્ઝા ગાડીમાં લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે ઇસમોની ધરપકડ કરી કવાંટ પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે.
કબ્જે કરવામાં આવેલ પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ
(૧) રોયલ બાર વ્હીસ્કી પ્લાસ્ટીકના બોટલો નંગ-૨૪૦ની કિ.રૂ.૧,૧૪,૦૦૦/-
(૨) ટાટા ઇન્ડીગો માન્ઝા ગાડી નં. GJ-01-CY-5252 કિ.રૂ.૨,૦૦,૦૦૦/-
(૩) મોબાઇલ નંગ-૨ ની કિ.રૂ.૧૦,૦૦૦/-
(૪) રોકડા રૂપિયા કિ.રૂ.૮,૩૦૦/-
કુલ ૩,૩૨,૩૦૦/-
પકડાયેલ ઇસમ
(૧) સદ્દામભાઇ રસુલભાઇ સોની ઉ.વ.૩૦ રહે.કવાંટ અભયરાજ કોલોની તા.કવાંટ, જી.છોટાઉદેપુર
(૨) આરીફભાઇ ગુલામભાઇ શેખ ઉ.વ.૪૨ રહે.કવાંટ ટાઉન કસ્બા તા.કવાંટ જી.છોટાઉદેપુર
શકીલ સમોલ
છોટાઉદેપુર
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/