નંદેસરી ની પાનોલી ઇન્ટરમીડિયેટ કંપની માં કોન્ટ્રાકટ માં કામ કરતા કર્મચારી નું ઉંચાઇ એ થી પટકાતા મોત
(મૃતક સુરેશભાઈ નો ફાઇલ ફોટો)
વડોદરા ના નંદેસરી GIDC ખાતે આવેલ પાનોલી ઇન્ટરમીડિયેટ ના મેઈન પ્લાન્ટ માં કામ કરતા કર્મચારી નું ઉંચાઈ એ થી પટકાતા મોત નીપજ્યું, પાનોલી ઇન્ટરમીડિયેટ કંપની માં કોન્ટ્રાકટ માં કામ કરતા ફેબ્રિકેશન કર્મચારી નું મોત નીપજ્યું, પ્રાપ્ત વિગત અનુસાર વર્મા નામના કોન્ટ્રાકટર માં કામ કરતાં કર્મચારી નામે સુરેશભાઈ હઠીભાઈ પરમાર આશરે ઉંવ: 50 જેઓ પાનોલી ઇન્ટરમીડિયેટ કંપની માં ફેબ્રિકેશન નું કામ કરતા હતા, તેઓ આજે કંપની માં ફરજ દરમિયાન ઉંચાઈ એ થી પડી જતા મોત નિપજ્યું હતું, કંપની માં ફેબ્રિકેશન નું કામ કરતા લોખંડ ની એંગલ તૂટી જતા નીચે પટકાયા હતા, પટકાતા તેઓ ને માથા ના ભાગે ગંભીર ઇજા પોહચી હતી, સારવાર માટે તેઓને છાણી ની ખાનગી હોસ્પિટલ માં લઇ જવામાં આવેલ પરતું ડોકટરે તેઓને મૃત જાહેર કરેલ, મૃતક કર્મચારી ને સરકારી હોસ્પિટલ માં સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે પાનોલી ઇન્ટરમીડિયેટ કંપની માં થોડા દિવસો પહેલા પણ 2 કોન્ટ્રાકટ કર્મચારી સલામતી ના અભાવે પટકાતા ઇજાગ્રસ્ત થયા હતા
વધુ માં અવારનવાર આવા બનાવ બન્યા કરે છે, સલામતી ના અભાવે વારંવાર ઘટતી દુર્ઘટનાઓ કેટલા નો ભોગ લેશે?
NS NEWS(નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/