સોના ની ચેઇન તોડી નાસી રહેલા અનેક ગુન્હા માં સંડોવાયેલ ચેઇન સ્નેચરો ને ઝડપી પાડતી નંદેસરી પોલીસ સર્વેલન્સ ટીમ
હાઇવે અને શહેરો માં ચેઇન સ્નેચર ના અનેક બનાવ બન્યા કરતા હોય છે, શુક્રવારે બપોર ના સમયે એક એક્ટિવા લઈને વડોદરા થી વાસદ તરફ માતા અને પુત્રી જઈ રહ્યા હતા, આ દરમિયાન છાણી થી પલ્સર બાઈક લઇને 2 ઈસમો તેઓનો પીછો કરતા હતા, પદમલા ગામ નજીક હાઇવે ઉપર પલ્સર બાઈક પર સવાર 2 ઈસમો એક્ટિવા લઈને રહેલા માતા-પુત્રી માંથી માતા ના ગળા ની સોના ની ચેઇન અને મંગળસૂત્ર તોડી ભાગી ગયા હતા, જો કે સદનસીબે આ હાઇવે ઉપર થી પસાર થઈ રહેલા જાગૃત નાગરિકે આ ઘટના ને જોતા ની સાથે આ ચેઇન સ્નેચરો નો પીછો કર્યો હતો અને નંદેસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માં ચેઇન સ્નેચરો ની પલ્સર બાઈક સ્લીપ મારતા બંને ચોરો બાઈક મૂકી ભાગવાની કોશિશ કરી હતી, બંને ચોરો માંથી એક ચોર ને આ જાગૃત નાગરિક દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો, જો કે બીજો ચોર ત્યાંથી ભાગી છૂટ્યો, સ્થાનિક નંદેસરી પોલીસ ને જાણ થતાં ની સાથે તાત્કાલિક સ્થળે પોહચી પકડાયેલ ચોર ને નંદેસરી પોલીસ સ્ટેશન લઈ આવેલ, નંદેસરી પોલીસે ગણતરી ના કલાકો માં બીજા ચોર ને ગોલ્ડન ચોકડી પાસે થી ઝડપી પાડ્યો હતો, આ ચોરી ના બનાવ નો ગુન્હો છાણી પોલીસ સ્ટેશન માં રજીસ્ટર થયો કરવામાં આવ્યો, બંને ચોર અન્ય કેટલાય ગુન્હાઓ માં સંળવાયેલા છે તેની તપાસ નંદેસરી પોલીસ કરી રહી છે,
પકડાયેલા ચોર ના નામ અને ગુન્હાઓ
(1) આકાશ રાજુભાઇ વસાવા ઉ,વ ૨૨ રહે સ્લમ કવાટર્સ પાછળ, ધોબી તળાવ બાવચ વાડ, પાણીગેટ વડોદરા.
અગાવ નોંધાયેલ ગુન્હાઓ:-
* ગોત્રી પો.સ્ટે ફસ્ટ ૨૩૦/૧૭ ઇ,પી,કો. કલમ-૩૯૨,૧૧૪
* ગોત્રી પો.સ્ટે ફસ્ટ ૨૫૭/૧૭ ઇ,પી,કો. કલમ-૩૯૨,૧૧૪
*પાણીગેટ પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૭૦૧૪૨૦૧૦૯૫ પ્રોહી ક.૬૫(એ)(ઇ),૯૮(૨)
*પાણીગેટ પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૭૨૧૦૧૩૩ પ્રોહી ક.૬૫(ઇ)૮૧,૯૮(૨)
(૨) અજય રતીલાલ વસાવા ઉ,વ ૨૦. રહે સ્લમ કવાટર્સ પાછળ,ટેકરા ઉપર,બાચવાળા,પાણીગેટ, વડોદરા.
અગાવ નોંધાયેલ ગુન્હાઓ:-
* ગોત્રી પો.સ્ટે ફસ્ટ ૨૩૦/૧૭ ઇ,પી,કો. કલમ-૩૯૨,૧૧૪
* ગોત્રી પો.સ્ટે ફસ્ટ ૨૫૭/૧૭ ઇ,પી,કો. કલમ-૩૯૨,૧૧૪
*પાણીગેટ પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૭૨૦૧૦૩૦
* અગાવ પાસા થયેલ હતી,
પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) સોના ની ચેઇન :- કિંમત ૩૦,૦૦૦/-
(૨) પલ્સર બાઈક :-કિંમત ૩૦,૦૦૦/-
(૩) મોબાઈલ :- કિંમત ૫૦૦/-
કુલ મળી ૬૦૫૦૦/- નો મુદ્દામાલ નંદેસરી પોલીસે કબ્જે કરેલ
આર્યનસિંહ ઝાલા
NS NEWS(નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/