ડાંગ જિલ્લાનાં કોશિમંદા ગામે શ્રી મંગલભાઈ ગાવિત ની ચૂંટણી પ્રચારની જંગી સભા યોજાઈ .
સ્થાનિક સ્વરાજ્યની ચુટણી પ્રચાર જોર શોરમાં થઈ રહ્યો છે ત્યારે ડાંગ જિલ્લાનાં કોશિમંદા ખાતે જાહેર સભાને સંબોધતા ડાંગ જિલ્લાના કોશિમંદા શીટ ના ઉમેદવાર મંગલભાઈ ગાવિતે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે જેમ સૂરત મહાનગર પાલિકામાં કોંગ્રસ ના સુપડા સાપ થઈ ગયા તેમ આવનારા સમય માં ડાંગ જિલ્લા માં પણ કોંગ્રસ ના સુપડા સાપ થઈ જશે અને ડાંગ આમા આવખતે કોંગ્રેસ પોતાનુ ખાતુ પણ ખોલાવી શખસે નહી ,ડાંગ જિલ્લા પંચાયત ની બે શીટ અને તાલુકા પંચાયત ની એક સીટ થી અમે ખાતુ ખોલાવી ચૂક્યા છે હવે પછી જીલ્લા પંચાયત ની 16 અને તાલુકા પંચાયતની 47 સીટો જીતી ડાંગ માથી કોંગ્રેસ ના સુપડા સાપ કરવા એડીછોટી નો જોર લગાવી દેશું. તેમની સાથે આહવા તાલુકાનાં મહા મંત્રી રાજુભાઈ ગામીત તાલુકા પંચાયત કોશિમંદા ના ઉમેદવાર પાઉલભાઈ સુમનભાઇ ગામીત,ચિક્કાર તાલુકા પંચાયત સીટનાં ઉમેદવાર શ્રીમતી ભરતીબેન સાધુરામભાઈ પાલવે,ઝવડા તાલુકા પંચાયત સીટનાં ઉમેદવાર જશવંતભાઈ પ્રભુભાઈ સોલંકી તેમજ વઘઇ તાલુકા ના તાલુકા પાર્ટી પ્રમુખ ધર્મેશભાઇ પટેલ ની સાથે ખુબજ મોટી સંખ્યામાં પાર્ટી ના કાર્યકર્તા ઉપસ્તીત રહી પાર્ટીનાં સાબકા સાથ સબકા વિકાસ , ગુજરાત છે મક્કમ ભાજપ સાથે અડીખમ જેવા નારા સાથે આખી સભા કમલ મય બની ગયી હતી.
લેખરાજ સામનાની
આહવા ડાંગ
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/