ઉંડેરા રામદેવ પાર્ક ની સામે રોડ ઉપર ગાય આળી આવી એક વૃધ્ધ ને અડફેટે લીધા હતા, માથા માં ગંભીર ઇજા પોહચી,
રોડ ઉપર રખડતી ગાયો ના લીધે રાહદારીઓ ના અનેક અકસ્માતો થાય છે, અને એમાં કેટલાય રાહદારીઓ ના મોત નીપજે છે,
ગત રાત્રી ના સમયે કોયલી થી ગોરવા સ્ફુટી લઈને જઇ રહેલા પ્રવીણ ભાઈ પટેલ ને ઉંડેરા રામદેવ પાર્ક પાસે અકસ્માત નડ્યો હતો, ઉંડેરા કોયલી ના રસ્તા ઉપર હંમેશા ટ્રીટ લાઈટો અને રસ્તા પર ગાયો ની સમસ્યા રહ્યા કરે છે,
ટ્રીટ લાઈટો બંધ હતી અને ગાય રોડ ઉપર આડી ઉતરતા ગાયે વૃધ્ધ ને અડફેટે લીધા હતા, વૃધ્ધ પ્રવીણભાઈ પટેલ ના માથા માં ગંભીર ઇજા પોહચી હતી, રાહદારીઓ અને સ્થાનિકો મદદ માટે સ્થળે દોડી આવ્યા હતા,
સ્થાનિકો એ 108 એમ્બ્યુલન્સ ને ફોન કર્યો હતો, પરંતુ 108 એમ્બ્યુલન્સ લોકલ વિસ્તાર માં ના હોવાથી શહેર માંથી 108 એમ્બ્યુલન્સ ને મોકલવામાં આવી હતી, વૃધ્ધા ના માથા માંથી લોહી વહેતુ જોઈ 108 ની રાહ જોયા વગર સ્થાનિકો એ માથા માં રૂ મૂકી કાપડ બાંધી દીધું હતું,
જોકે મોડે મોડી 108 એમ્બ્યુલન્સ અકસ્માત સ્થળે પોહચી હતી, ગંભીર રીતે ઘવાયેલ વૃધ્ધ ને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા,
108 એમ્બ્યુલન્સ મોડા આવતા અને સ્ટ્રીટ લાઈટો બંધ અને રસ્તા પર રખડતી ગાયો ના લીધે સ્થાનિકો માં રોષ જોવા મળ્યો હતો,
આર્યનસિંહ ઝાલા
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/