નંદેસરી ચામુંડાનગર મીની નદી માંથી રનોલી ના 32 વર્ષીય યૂવક નો મૃતદેહ મળી આવ્યો,
આજ રોજ નંદેસરી ના ચામુંડાનગર પાસે મીની નદી માથી એક મૃતદેહ મળી આવી,
નંદેસરી પોલીસ ને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પોહચી, મીની નદી માંથી એક યુવક નો મૃતદેહ મળી આવ્યો, નદી માં ઊંધા મોઢે મૃતદેહ પડ્યો હતો,
નંદેસરી પોલીસે મૃતદેહ ને નદી માથી કાઢી પોસ્ટમોર્ટન અર્થે મોકલી આપેલ , સ્થળ પર હાજર પોલીસ કર્મી હાર્દિકભાઈ વ્યાસ એ જણાવ્યું હતું કે મૃતદેહ ના હાથ માં બે અંગ્રેજી માં અક્ષર લખેલા છે, નંદેસરી પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે રનોલી વિસ્તાર માંથી તારીખ 06/03/2021 ના શનિવાર ના રોજ ગુમ થયેલ રાજેશ કીશન ભાઈ નાયર નો મૃતદેહ છે, પ્રાપ્ત વિગત અનુસાર મૃતક આશરે 32 વર્ષ નો છે, અને મૃતક અસ્થિર મગજ નો હતો,
આત્મહત્યા કે હત્યા છે એ દિશામાં પોલીસ પોસ્ટમોર્ટન રિપોર્ટ પ્રમાણે તપાસ કરશે
મૃતક યુવક ના પરીવાર ને પોલીસે ઘટના ની જાણ કરી,
આર્યનસિંહ ઝાલા
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/