ફેક ન્યૂઝ
નંદેસરી GIDC ની કંપનીઓ માં 400 કર્મચારીઓ કોરોના સંક્રમિત એ તદ્દન ખોટું છે :- બાબુભાઈ પટેલ ( ચેરમેન NIA )
આજે સવારથી સોશિયલ મીડિયા અને અન્ય ચેનલ માં સમાચાર જોવા મળ્યા હતા કે વડોદરા ની નંદેસરી GIDC માં કોરોના નો વિસ્ફોટ થયો નંદેસરી ની નામાંકિત કંપનીઓમાં 400 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે આ વાત ને નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન ના ચેરમેન બાબુભાઇ પટેલ એ નકારી કાઢી છે, બાબુભાઈ પટેલ એ સમાચાર ને તદ્દન ખોટા જણાવ્યા,
નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન ના ચેરમેન બાબુભાઇ પટેલ એ જણાવ્યું કે નંદેસરી GIDC માં 400 કોરોના સંક્રમિત ના સમાચાર તદ્દન ખોટા છે, ઉદ્યોગમાં ફક્ત 10 કેસ જ જોવા મળ્યાં છે અને આ ઉદ્યોગોએ તમામ સાવચેતી ના પગલાં લીધાં છે અને સંક્રમિત કર્મચારીઓ ને હોમ કોરોન્ટાઇન કર્યા છે , કોરોમંડલ અથવા સુંદકેમ માં કોઈ સકારાત્મક કેસ મળ્યા નથી.
વધુ માં અમારા ખાસ સૂત્રો તરફ થી જાણવા મળ્યું છે કે નંદેસરી અને રનોલી ની ઔદ્યોગિક વસાહત માં નામાંકિત કંપનીઓમાં છેલ્લા એક અઠવાડિયામાં આશરે 20 થી 30 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા છે ! છેલ્લા એક અઠવાડિયા માં કંપનીઓ માં કોરોના સંક્રમિત ની સંખ્યા માં વધારો થયો છે, નંદેસરી ની સાથે સાથે રનોલી ની અનેક કંપનીઓ ના ઓફીસ કર્મચારીઓ સાથે લેબર વર્કર કોરોના પોઝિટિવ થયાં , કંપનીઓ એ કોરોના સંક્રમિત કર્મચારીઓ ને હોમ કોરોન્ટાઇન કર્યા, તો કેટલાક કર્મચારીઓ સારવાર હેઠળ હોસ્પિટલ માં દાખલ કરાયા,
વધુ માં નંદેસરી માં આવેલ SBI (સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા) ના મેનેજર સહિત 12 કર્મચારીઓ કોરોના પોઝિટિવ થતા બેન્ક બંધ કરાઈ, આ બેન્ક માં અનેક નામાંકિત બેંકો ના એકાઉન્ટ છે સાથે સાથે નંદેસરી ના અનેક મોટા નાના ધંધાકીય લોકો ના પણ એકાઉન્ટ છે, બેન્ક બંધ થતાં અનેક કંપનીઓ અને ધંધાકીય લોકો હેરાન થયા
આર્યનસિંહ ઝાલા
NS NEWS (નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/