જવાહરનગર પોલીસ સ્ટેશન અને નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી આગામી 5 મેં સુધી બપોર 2 વાગ્યા થી સવારે 7 વાગ્યા સુધી સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું,
વડોદરા જિલ્લામાં કોરોના સંક્રમણ ગંભીર હદે ફેલાઈ રહ્યું છે. રોજે રોજ મોટી સંખ્યામાં નવા કોરોના સંક્રમિતો ઉમેરાઈ રહ્યા છે અને સારવાર માટેની સુવિધાઓ પણ ખૂટી પડી છે, લોકોના જીવન પર સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે પરિસ્થિતિ હજુ વધુ વિકટ બને તે પહેલાં કોરોના સંક્રમણની ચેઈન તોડવાના પ્રયાસ રૂપે જિલ્લાનાં વિવિધ ગામડાઓના ની ગ્રામપંચાયત અને વેપારીઓએ પોતપોતાની રીતે સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયો જાહેર કર્યા છે.
જે મુજબ વડોદરા ના જવાહરનગર પોલીસ સ્ટેશન અને નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવતા ગ્રામપંચાયત અને વેપારીઓ વિવિધ વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ સાથે થયેલ નિર્ણય માં 26 એપ્રિલથી 5 મે સુધી બપોરે 2 વાગ્યા થી લઈને સવારે 7 વાગ્યા સુધી સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું છે.
જવાહરનગર પોલીસ સ્ટેશન ના ઈન્ચાર્જ ડી,જે લીંબોલા અને સર્વેલન્સ PSI એચ,એન,પટેલ દ્વારા પંચાયતો અને વેપારીઓ ને અપીલ કરી રનોલી,બાજવા,કોયલી, ધનોરા, કરચિયા,કરોળિયા,ઉંડેરા માં સ્વયંભૂ લોકડાઉન માટે સમજાવ્યા હતા જેથી પંચાયતો અને વેપારીઓ એ સ્વયંભૂ લોકડાઉન કર્યું , અને સાથે સાથે નંદેસરી પોલીસ સ્ટેશન ના PI એ,કે,વડિયા એ પણ વિસ્તાર માં આવતા નંદેસરી, રૂપાપુરા, અનગઢ, કોટના,સાકરતા,રઢિયાપુરા,
ના પંચાયતો અને વેપારીઓ સાથે મળી વિસ્તારમાં સ્વયંભૂ લોકડાઉન નો અમલ કરવામાં આવ્યો, આ વિસ્તારોમાં આવશ્યક સેવા સિવાયના નાના-મોટા તમામ ધંધારોજગાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો,
કોરોના વધતા જતાં કેસને ધ્યાનમાં લઇને અનેક શહેરો-ગ્રામ્ય વિસ્તારો સ્વયંભૂ બંધ પાળી રહ્યાં છે. તેવામાં કોરોના ની ચેઇન તોડવા ગ્રામપંચાયતો અને સ્થાનિક પોલીસ સાથે મળી ને સ્વયંભુ લોકડાઉન નો આ નિર્ણય લીધો છે
આર્યનસિંહ ઝાલા
ધર્મપાલ ગોહિલ
NS NEWS( નૈતિક સમાચાર)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/