પ.બંગાળમાં એકઝીટ પોલથી સસ્પેન્સ વધ્યું: દીદી જોખમમાં!!!
દેશમાં કોરોનાની સતત વણસતી જતી સ્થિતિ વચ્ચે રવિવારે આવી રહેલા ચૂંટણી પરિણામોની પણ જબરી ઉતેજના છે અને ખાસ કરીને પ.બંગાળમાં મમતા બેનરજીની વાપસી કે પછી ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉપસી આવશે તેના પર જબરો સટ્ટો ખેલાયો છે. ઈન્ડીયા ટુડે અને રીપબ્લીકન ટીમના એકઝીટપોલમાં મમતા અને ભાજપ વચ્ચે તીવ્ર સ્પર્ધાનું ચિત્ર છે પણ ગઈકાલે બોર્ડની જાહેર થયેલા ટુડે ચાણકયના મમતા બેનરજીની પ્રચંડ બહુમતી સાથે વાપસી દર્શાવતા પક્ષને 180 બેઠક અને ભાજપને 108 બેઠક મળશે તેવી આગાહી કરવામાં આવી છે.
આ પોલમાં 53% લોકો ફરી મમતા બેનરજીને મુખ્યમંત્રીપદે જોવા માંગતા હોવાનું પણ ઈન્ડીયા ટીવી પીપલ્સ પલ્સીના મોલમાં તૃણમુલ કોંગ્રેસની જીત છતાં મમતા બેનરજી નંદીગ્રામથી પરાજીત થશે તેવી આગાહી કરવામાં આવી છે. ભાજપે જો કે એકઝીટ પોલના પરિણામોનો સ્વીકાર કરતા ભાજપને 200થી વધુ બેઠકો મળશે તેવો વિરોધ દર્શાવ્યો છે. જો કે કોઈ એકઝીટ પોલ ભાજપને 130-140 બેઠકોથી વધુ બેઠક મળશે નહી અને 294 બેઠકોની વિધાનસભામાં બહુમતીથી તો દૂર જ રહેશે તેવું અનુમાન મુકાયુ છે. બે એકઝીટ પોલમાં મમતા બેનરજીના પક્ષને પણ બહુમતી નહી મળે તેવું જણાવ્યું છે. ઈન્ડીયા ટુડે ઓછામાં ઓછી 130 બેઠકો ટીએમસીને મળે છે અને વધુમાં વધુ 156 બેઠકો દર્શાવે છે.
રીપબ્લીકના પોલમાં તો તૃણમુલ 128થી 138 બેઠકોનો અંદાજ મુકે છે. ટીવી નાઈનના પોલમાં ઓછામાં ઓછી 142 બેઠકો દર્શાવે છે. જો કે જયાં મમતાને ઓછી બેઠકો દર્શાવે છે ત્યાં ડાબેરી કોંગ્રેસના ગઠબંધનને 11થી26 બેઠકોનો અંદાજ છે. આમ જો મમતા બેનરજીનો પક્ષ બહુમતી ન મેળવે તો ડાબેરી કોંગ્રેસ ગઠબંધન બહારથી ટેકો આપીને ભાજપને સતાથી દૂર રાખી શકે છે.ભાજપ જો સૌથી મોટો પક્ષ બની જાય તો રાજયપાલ સૌ પ્રથમ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપીને નવા મુખ્યમંત્રીને શપથ લેવરાવીને એક વખત સરકાર રચવાની તક આપીને પછી બહુમતી સાબીત કરવા તક આપશે અને તે સમયગાળામાં ભાજપ તૃણમુલ કોંગ્રેસમાં ભંગાણ પડાવી શકે છે.
તૃણમુલ, ડાબેરી, કોંગ્રેસનું ચૂંટણી પૂર્વેનું જોડાણ નહી હોવાથી રાજયપાલ આ ત્રણ પક્ષોની બેઠકોનો કુલ સરવાળો બહુમતીથી વધુ હોય તો પણ તેનો દાવો નજર અંદાજ કરી શકે છે. ભૂતકાળમાં કર્ણાટકમાં રાજયપાલ વજુભાઈ વાળાએ આ રીતે યેદુરપ્પાને સરકાર રચવા તક આપી હતી જો કે તેઓ બહુમતી સાબીત કરી શકયા ન હતા અને તેથી રાજીનામું આપવું પડયું હતું તે જુદી બાબત છે.સ્પષ્ટ બહુમતી છતા સૌથી મોટા પક્ષની સ્થિતિમાં ભાજપ સરકાર રચવાની એક તક છોડશે નહી તે નિશ્ચિત છે અને રાજયપાલ તેમાં પક્ષ માટે હુકમનું પતું બની શકે છે.જો નંદીગ્રામમાં મમતા બેનરજી પરાજીત થાય તો તે સૌથી મોટો અપસેટ હશે પણ આ સ્થિતિમાં જો તૃણમુલ બહુમતી મેળવે તો મમતા જ મુખ્યમંત્રી બની બાદમાં પેટાચૂંટણીથી ધારાસભામાં ચૂંટાઈ શકે છે.