ગુજરાતરાજકારણ

દેશ માં કોરોના ની હાડમારી ફાટી નીકળી છે સેંકડો લોકો ના મોત થઈ ચૂક્યા છે હોસ્પિટલમાં બેડ ખુટ્યા છે ઇન્જેક્શન મળતા નથી ઓક્સિજન ખૂટયો છે, વિદેશ માંથી સહાય ચાલુ થઈ ગઈ છે, વિશ્વ સ્તરે ભારત કોરોના મહામારી માં અગ્રીમ રૂપ ધારણ કરી કર્યો હોવા છતાં લોકડાઉન આવતું ન હતું પરિણામે લોકો ને નવાઈ લાગવા માંડી હતી પણ હવે ચુંટણીઓ પતી અને પરિણામો આવશે પછી શું થશે ? લોક ડાઉન લાગશે ખરું ?


નવાઈ ની વાત તો એ છે કે કોરોના ગંભીર રૂપ પકડી રહ્યો હતો ત્યારે દેશ માં ચુંટણીઓ માટે રેલીઓ ચાલુ હતી પણ હવે મત ગણતરી બાદ લોકો કહી રહ્યા છે કે જ્યાં ચૂંટણી હોય ત્યાં કોરોના નથી થતો પણ ત્યારબાદ કોરોના વધી જાય છે અને પછી લોકો ને દંડ ફટકારરવાનું ચાલુ થાય છે ત્યારે શું હવે પરિણામો જાહેર થયા બાદ દેશ માં કડક લોકડાઉન આવશે ખરું આપનો અભિપ્રાય કોમેન્ટ માં જણાવશો જેનાથી આવનારા સમય માં એ જાણી શકાય કે સરકાર ની દાનત શુ હતી અત્રે નોંધનીય છે કે
ભારતમાં કોરોના વાયરસ જે રીતે ફાટી નીકળ્યો છે તેનો અંદાજો લગાવવો હોય તો હાલના નવા આંકડાઓ જોઈ શકો છો. શનિવારે વિશ્વના ટોપ-50 સંક્રમિત દેશોમાં મળીને 3.91 લાખ લોકોને સંક્રમણ લાગ્યું હતુ. જ્યારે એકલા ભારતમાં જ 3 લાખ 92 હજાર 459 દર્દીઓ નોંધાયા હતા. તેનો અર્થ એ કે ભારતમાં કુલ 50 દેશોના કેસ કરતાં એક હજાર વધુ દર્દીઓ મળી આવ્યા છે.
શુક્રવારે દેશના રેકોર્ડ બ્રેક 4 લાખ 2 હજાર 14 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા અને ગતરોજ શનિવારે 3 લાખ 92 હજાર 459 દર્દીઓ મળ્યા છે. વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં ભારતમાં સૌથી વધુ મૃત્યુ થયા છે. અહીં 3684 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. બ્રાઝિલમાં મૃત્યુઆંક 2278 હતો. અમેરિકા ત્રીજા નંબરે હતું. શનિવારે અહીં 661 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
આમ હવે ચુંટણીઓ અને પરિણામો આવ્યા બાદ હવે સરકાર લોકડાઉન અથવા કડક પગલાં ભરે તેવું મનાય રહ્યું છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button