આરોગ્ય

સુરતના વેક્સિનેશનના 50 સેન્ટરના નામ જાણવા માટે સ્ક્રોલ કરો, આ જગ્યાએ અપાઈ રહી છે વેકસીન

 

રાજ્યમાં સહિત સમગ્ર દેશમાં 1 મેથી યુવાવર્ગ માટે વેક્સિનેશન તબક્કાનો પ્રારંભ થઈ ગયો છે. આ બાબતમાં સુરતથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં સરકારી કચેરીઓમાં પણ ફરજિયાત વેક્સિનેશન માટે હવે કડકપણે સૂચના આપવામાં આવી છે. 18 થી 45 વર્ષના લોકો માટે 50 કેન્દ્ર ખાતેથી વેક્સીનેશનનું કામ શરુ કરવામાં આવ્યું છે.

સુરત શહેરમાં હેલ્થવર્કર્સ, ફ્રન્ટલાઈનર્સ અને 45થી વધુની ઉંમરના કુલ 7.48 લાખ લોકોએ વેક્સિન આપવામાં આવી હતી. 18 થી 45 વર્ષના લોકો માટે 50 કેન્દ્ર ખાતેથી વેક્સીનેશનની કામગીરી શરુ કરવામાં આવી રહી છે. ઓછામાં ઓછા 7500 અને તેનાથી વધુમાં વધુ રસી મૂકવાનો અંદાજ સુરત મનપા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. વેક્સીનેશન માટે જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે તમામ સરકારી કેન્દ્રો ખાતે કરવામાં આવી છે. તેની સાથે કહેવામાં આવ્યું છે કે, ખાનગી હોસ્પિટલોએ વેક્સિન મૂકવી હશે તો ડાયરેકટ કંપનીઓ પાસેથી હવે ખરીદવી પડશે. રાજ્ય સરકાર દ્વારા 18 થી 45 વર્ષના લોકો માટે રસીનો જથ્થો પ્રાઈવેટ હોસ્પિટલોને આપવામાં આવશે નહીં.

રાંદેર, સરથાણા, કતારગામ સાથે અઠવા ઝોનમાં કેસ ઘટાડવા વધારે ભાર આપવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે. નવી સિવિલ અને સ્મીમેરમાંથી સ્ટેબલ પેશન્ટને શીફ્ટ કરવા સાથે હીરા અને કાપડ ઉદ્યોગમાં 18 થી 45 વર્ષના લોકોને વેક્સિન આપવા એક્શન પ્લાન ઘડવાની સુચના આપવામાં આવી છે. અમરોલીના છાપરાભાઠા, કોસાડ જેવા વિસ્તારોમાં વધુમાં વધુ કોમ્બિંગ કરવા પણ સૂચના આપવામાં આવી છે.

સુરતના આ સેન્ટરો પર મુકવામાં આવશે વેક્સીન

  • અઠવા ઝોન
  • અલથાણ સ્વિમિંગ પુલ ન્યુ સિટીલાઈટ
  • ઉમરા કમ્યુનિટી હોલ
  • માહેશ્વરી ભવન
  • રીંગા સ્ટ્રીટ ગોઅન્કા કેનાલ રોડ
  • ભરથાણા પ્રા. સ્કૂલ
  • રાંદેર ઝોન
  • અડાજણ અર્બન હેલ્થ સેન્ટર
  • ઈશિતા પાર્ક કમ્યુનિટી હોલ
  • સ્પોર્ટ્સ ક્લબ
  • જહાંગીરપુરા હોલ
  • સેવન સ્ટે સ્કૂલ
  • રીવરડેલ સ્કૂલ
  • દાળિયા સ્કૂલ
  • પાલનપુર અર્બન સેન્ટર
  • સેન્ટ્રલ ઝોન
  • સ્કૂલ નં ૨૦, નાનપુરા
  • ટી એન્ડ ટીવી ગોપીપુરા સ્કૂલ
  • નાણાવટ સ્કૂલ નં ૧૪૪
  • સગરામપુરા ક્ષેત્રફાળ હેલ્થ સેન્ટર
  • રૂસ્તમપુરા કમ્યુનીટી હોલ
  • કતારગામ ઝોન
  • સિંગણપોર પ્રમુખ વિધાલય
  • એસએમસી સ્કૂલ નં ૨૮૯-લલીતા ચોકડી
  • નાની બહુચરાજી વોર્ડ ઓફીસ
  • સુમન સ્કૂલ નં ૩ વસ્તાદેવડી રોડ
  • એસએમસી સ્કૂલ નં ૩૦૭ અમરોલી ગામ
  • એસએમસી સ્કૂલ નં ૩૩૨ ઉત્રાણ
  • એસએમસી સ્કૂલ નં ૧૮૧ લેકગાર્ડન પાસે કોસાડ
  • એસએમસી સ્કૂલ નં ૨૩૨, ગણેશપુરા ગુજરાત હાઉસિંગ બોર્ડ
  • વરાછા ઝોન-એ
  • પટેલ સમાજની વાડી મીની બજાર
  • શ્યામનગરની વાડી
  • સેન્ટ્રલ વેર હાઉઝ રોડ
  • સુમન હાઇસ્કૂલ નં ૯, કાપોદ્રા
  • નગર પ્રા સ્કૂલ નં ૩૦૧, પુણા
  • નગર પ્રાથમિક સ્કૂલ નં ૬૯, ખાડી મહોલ્લો
  • સરથાણા ઝોન
  • ન. પ્રા. સ્કૂલ નં ૨૭૨, નાના વરાછા
  • એસડીએ ડાયમંડ હોસ્પિટલ, નાના વરાછા
  • પુણા સીમાડા અર્બન હેલ્થ સેન્ટર
  • નાના વરાછા અર્બન હેલ્થ સેન્ટર
  • આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ
  • મોટા વરાછા અર્બન હેલ્થ સેન્ટર
  • નગર પ્રાથમિક સ્કૂલ નં ૩૦૯, મોટા વરાછા
  • મદ્રેસા સ્કૂલ, મોટા વરાછા
  • ઉઘના ઝોન
  • ઉઘના હરીનગર કમ્યુનિટી હોલ
  • પાંડેસરા કમ્યુનિટી હોલ
  • ઉમિયા રેસીડેન્સી બમરોલી રોડ
  • લક્ષ્‍મીપતિ ઇન્ડસ્ટ્રીઝ, પાંડેસરા જીઆઈડીસી
  • ઉધોગભારતી વિધાલય, પાંડેસરા જીઆઈડીસી
  • લિંબાયત ઝોન
  • ભાઠેના કમ્યુનિટી હેલ્થ સેન્ટર
  • ડીંડોલી કમ્યુનીટી હોલ
  • એસએમસી સ્કૂલ નં ૧૪૦, નવાગામ
  • સુમન સ્કૂલ નં ૫, જવાહર મહોલ્લો
  • દેસાઈ પ્રાઈમરી સ્કૂલ નં ૩૦૭, પર્વતગામ

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button