કેરળમાં તા. 8 મે થી લોકડાઉન
દેશમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે એકબાદ એક રાજય લોકડાઉનનું અમલ કરી રહયા છે તેમાં હવે કેરેલા પણ જોડાયુ છે અને રાજયના મુખ્યમંત્રી પી.વિજયનએ તા. 8 થી 16 મે સુધી રાજયમાં લોકડાઉનની જાહેરાત કરી છે. કેરળમાં કોરોનાની સ્થિતી સતત બગડી રહી છે. બુધવારે અહીં એક જ દીવસમાં 41953 કેસ નોંધાયા હતા
જે અત્યાર સુધીના એક જ દીવસના સૌથી વધુ કેસ છે અને રાજય સરકાર માટે હવે કોરોનાનું સંક્રમણ રોકવા બીજો કોઇ વિકલ્પ નથી તેવુ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ. તેમણે કહયુ કે રાજયનો પોઝીટીવ રેટ નીચે આવતો નથી અને તેથી આ પ્રકારના નિયંત્રણ લાદવા પડે છે. તા. 8 થી 16 વચ્ચેના લોકડાઉનમાં ફકત આવશ્યકત સેવાઓને મંજુરી અપાશે અને અન્ય તમામ પ્રકારની વ્યાપારી સહીતની પ્રવૃતી બંધ રહેશે. ઉતરપ્રદેશમાં ગઇકાલે સાપ્તાહીક લોકડાઉન 3 ને બદલે 4 દીવસનું કરવામાં આવ્યુ હતુ. જયારે દિલ્હી અગાઉથી જ લોકડાઉન હેઠળ છે. કેરળમાં મુખ્યમંત્રી એ જાહેર કર્યુ કે તા. 8 મે ના સવારે 6 વાગ્યાથી 16 મે ના રાત્રી સુધી લોકડાઉન અમલમાં રહેશે. જેના નીયમો આજ સાંજ સુધીમાં જાહેર કરી દેવાશે.