દેશ દુનિયા

યુએસએ મોકલ્યો વેક્સિનનો કાચો માલ : બની શકે છે વેક્સિનના બે કરોડ ડોઝ

અમેરિકી સરકારે ગત સપ્તાહમાં covid-19 વેક્સિન માટે કાચો માલ મોકલ્યો છે. અમેરિકાએ કહ્યું છે કે, આ સપ્તાહમાં એટલો માલ મોકલ્યો છે કે જેનાથી ભારતમાં બે કરોડ ડોઝ કોવીશીલ્ડ વેક્સિનનું ઉત્પાદન થઈ શકશે.

અમેરિકાની મેડિકલ એડની છઠ્ઠી ખપતના રૂપમાં આ કાચોમાલ પહોંચાડવામાં આવ્યો છે. અમેરિકાના બાઈડન પ્રશાસને બુધવારે જણાવ્યું હતું કે, તેમણે આ સપ્તાહમાં જ કાચો માલ મોકલ્યો છે. તેનાથી ભારતમાં કોવીશીલ્ડના 2 કરોડ ડોઝ તૈયાર થઈ શકે છે. આ ઉપરાંત અમેરિકી સરકારે રેમડેસિવિર ઈંજેકશનના ૨૧ હજારથી વધુ વાયલની એક ખેપ મોકલી છે. ભારતમાં કોરોનાની બીજી લહેર ખુબજ ખતરનાક સ્વરૂપ લઈ ચૂકી છે. ત્યારે તમામ દેશ હવે ભારતની મદદ માટે આવી ચૂક્યા છે. યુરોપિયન સંઘ દ્વારા 22 લાખ યુરો એટલે કે લગભગ ૧૯ કરોડ રૂપિયાનું ઈમરજંસી ફંડિંગ આપવાની જાહેરાત કરી છે.

 

 

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button