મંગળ પર નાસાના હેલિકોપ્ટરની ઉડાનમાં ભારતવંશી વૈજ્ઞાનિકની ભૂમિ
તાજેતરમાં અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસાએ મંગળ ગ્રહની ધરતી પર હેલીકોપ્ટર ઉડાડયુ હતું તેમાં ભારત વંશીય એન્જીનીયર ડો.જે.બોબ બાલારામની મહત્વની ભુમિકા હોવાનું જાહેર થયુ છે.પર્સિવરેન્સ માર્સ રોવરમાં ઈન્જયુનિથી હેલીકોપ્ટર કંઈક એવી રીતે ફિટ કરાયું હતું જેમ કાંગારૂ પોતાના બચ્ચાને પેટમાં છુપાવીને રાખે છે. મંગળની સપાટી પર રોવરમાં કવર થયેલુ હેલિકોપ્ટર પહેલીવાર બહાર આવ્યું હતું. 19 એપ્રિલે ઈન્જયુનીટી હેલીકોપ્ટરે પ્રથમવાર 10 ફૂટ ઉચે 30 સેક્ધડની કઠીન ઉડાન ભરી હતી તે પછી 22 એપ્રિલે 16 ફૂટ ઉંચે 51.9 સેક્ધડમાં ઉડાન ભરી હતી.હેલિકોપ્ટરની મંગળ પર ઉડાનનાં મૂળમાં ભારતીય મૂળનાં વૈજ્ઞાનિક ડો.જે.બોબ બાલારામનું ભેજુ છે.નાસાના જેટ પ્રોફેશનલ પ્રયોગ શાળામાં સેવારન બાલારામ માર્સનાં ઈન્જયુનીટી હેલીકોપ્ટર મિશનનાં ચીફ એન્જીનીયર છે. દક્ષિણ-ભારતીય બાલારામ બાળપણથી જ રોકેટ, સ્પેસ ક્રાફટ અને સ્પેસ સાયન્સમાં રસ ધરાવતા હતા.