દેશ દુનિયા

Mother’s Day 2021: જાણો ક્યારથી ઉજવવામાં આવે છે મધર્સ ડે અને શું છે તેનો ઇતિહાસ

Mother's Day 2020: Best Messages, SMS, Quotes to Celebrate Motherhood,  Salute All Her Sacrifices | India.com

માતા ભગવાનની સૌથી સુંદર રચનામાંની એક છે. મા કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના સમગ્ર જીવનકાળ દરમિયાન તેના બાળકને પ્રેમ કરે છે. ચાર્લ્સ બેનેટો નામના લેખકે માતાની સુંદર વ્યાખ્યા આપી હતી અને કહ્યું હતું કે, “જ્યારે તમે તમારી માતાને જોઈ રહ્યા છો, ત્યારે તમે શુદ્ધ પ્રેમને જોશો.” માતા વિશે જેટલું પણ લખીએ તે ઓછું જ છે. એક બાળક માટે માતા કરતાં વધારે કોઈ મહત્વનું નથી. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારને Mother’s Day તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 9 મે ના રોજ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવશે.

Mother’s Day નો ઈતિહાસ

અમેરિકામાં પહેલી વાર મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે એના જાર્વિસ નામની યુવતીએ તેની માતાનું સ્મારક બનાવ્યું અને તેને શ્રદ્ધાંજલિ આપી હતી. કારણ કે મૃત્યુ પહેલા તેની માતાની તે અંતિમ ઈચ્છા હતી. ત્યારબાદ એના જાર્વિસ એ તેની માતાના મૃત્યુના ત્રણ વર્ષ સુધી આ કરવાનું ચાલુ રાખ્યું અને તે પછી તેણે તમામ માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવણી શરૂ કરી. આ રીતે આ દિવસને અમેરિકામાં મધર્સ ડે તરીકે ઉજવવા લાગ્યા. વર્ષ 1941 માં એક ઘોષણા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને એવી જાહેરાત કરવામાં આવી કે, હવેથી દર વર્ષે મેના બીજા રવિવારને મધર્સ ડે તરીકે ઉજવવામાં આવશે.

મધર્સ ડેના દિવસે લોકો તેમની માતાને સન્માન અને આદર આપે છે. આ ઉપરાંત માતાને ગિફ્ટ આપવામાં આવે છે અને કેક કટીંગ પણ થાય છે. આ દિવસે માતા માટે કંઈક ખાસ આયોજન કરવામાં આવે છે. આમ તો દરેક દિવસ માતા માટે ખાસ જ હોય છે, પરંતુ આ દિવસ માતા માટેના પ્રેમને વ્યક્ત કરવાનો દિવસ છે.

#The post Mother’s Day 2021 #NS News  #Mother’s Day

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button