દેશ દુનિયા

જ્યારે પોલીસ કમિશનર વેશ પલટો કરીને નકલી પત્ની સાથે પહોંચ્યા પોલીસ સ્ટેશન!

પુણે: સામાન્ય લોકોના દિમાગમાં પોલીસની છાપ બહુ સારી નથી હોતી. પોલીસની વાત આવે એટલે લોકોના દિમાગમાં એક ખાસ છબિ ઉપસી આવે છે. આ દરમિયાન પુણેમાં પોલીસની સતર્કતા તપાસમાં માટે પોલીસ કમિશનરે અનોખી રીત અપનાવી હતી. પિંપરી-ચિંચવડ (Pimpri Chinchwad) પોલીસ કમિશનર કૃષ્ણા પ્રકાશ (Krishna Prakash) વેશ પલટો કરીને આમ આદમી બનીને ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેઓ જાણવા માંગતા હતા કે પોલીસ સામાન્ય લોકોની ફરિયાદ સાંભળ્યા બાદ કેવા પ્રકારની પ્રતિક્રિયા આપે છે. આ દરમિયાન પોલીસ કમિશનરે ત્રણ પોલીસ મથકની મુલાકાત કરી હતી. અધિકારીની આ પરીક્ષામાં બે પોલીસ સ્ટેશના પાસ થઈ ગયા હતા, પરંતુ ત્રીજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાપાસ થયો હતો.

આ દરમિયાન પોલીસ કમિશનર સાથે આસિસ્ટન્ટ કમિશનર પ્રેરણા કાટે પણ સાથે હતા. તેમણે પણ વેશ પલટો કર્યો હતો અને તેઓ કમિશનરના નકલી પત્ની બન્યા હતા. પ્રકાશ આ દરમિયાન કોરોના વાયરસને લઈને પોલીસ મથકોમાં કેવી સાવધાની રાખવામાં આવે છે તે પણ જાણવા માંગતા હતા.

રિપોર્ટ્સ પ્રમાણે બુધવારે રાત્રે હિંજેવાડી પોલીસ સ્ટેશન પહોંચેલા પ્રકાશે ફરિયાદ કરી કે અમુક બદમાશો તેમની પત્નીને પરેશાન કરી રહ્યા છે. જ્યારે તેમણે વિરોધ કર્યો તે તેમના પર બદમાશોએ હુમલો કરી દીધો હતો. આ ફરિયાદ બાદ બનાવ સ્થળે પર ટીમ મોકલવામાં આવી હતી. પોલીસકર્મીઓની કાર્યવાહી બાદ પ્રકાશે પોલીસ મથકના સ્ટાફની પ્રશંસા કરી હતી.

જે બાદમાં તેઓ ગુરુવારે સાંજે વકાડ પોલીસ મથક પહોંચ્યા હતા. અહીં તેમણે પત્નીને ચેન સ્નેચિંગ થઈ હોવાની ફરિયાદ કરી હતી. અહીં પણ પોલીસ સ્ટેશને તાત્કાલિક કાર્યવાહી કરતા ઘટના સ્થળ પર પોલીસ મોકલી હતી. કહેવામાં આવે છે કે ચોરીનો શિકાર બનેલા આ યુગલને પોલીસે સુરક્ષા સાથે ઘરે પહોંચાડ્યું હતું. પોલીસ કમિશનરે આ કાર્યવાહી બદલ પોલીસ સ્ટેશનના સ્ટાફની પ્રશંસા કરી હતી.

જે બાદમાં તેઓ અન્ય એક પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા. જ્યાં નવા આરોપીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર રાખવામાં આવ્યા હતા. જે બાદમાં પોલીસ કમિશનરે તપાસનો આદેશ કર્યો હતો.

અમુક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પિંપરી પોલીસ સ્ટેશન પહોંચીને તેમણે જ્યારે પોલીસ કર્મચારીઓને એમ્બ્લુલન્સ દ્વારા વધારે કિંમત માંગવાની ફરિયાદ કરી તો સ્ટેશનના કર્મચારીઓએ યોગ્ય કાર્યવાહી કરી ન હતી. આ અંગે તેમણે તપાસનો આદેશ કર્યો હતો.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button