હૃદયની તંદુરસ્તી માટે વધુ કે ઓછી નહીં પણ માપસર ઉંઘ સારી !
જરૂરીયાતથી ઓછી ઉંઘ જેવી શારિરીક અને માનસિક તંદુરસ્તી માટે ઠીક નથી તેમ જરૂરતથી વધુ ઉંઘ પણ તંદુરસ્ત માટે ખતરનાક છે. વધારે પડતી ઉંઘ હૃદય પર ખરાબ અસર કરે છે. અમેરિકાના વિશેષજ્ઞોએ 14,079 લોકાની ઉંઘ સંબંધી આદતો અને હૃદયની તંદુરસ્તી મામલે અભ્યાસ કર્યો છે.
તેમણે જાણ્યું કે આહાર અને વ્યાયામની જેમ ઉંઘ પણ કાર્ડિયોવાસ્કયુલર જોખમોને અસર કરે છે. 6 થી 7 કલાકની ઉંઘને આદર્શ માનવામાં આવી છે. અભ્યાના નિષ્કર્ષ અનુસાર એક રાતમાં 6થી7 કલાક ઉંઘ લેનાર લોકોને એથી ઓછી કે વધુ સમય ઉંઘ લેનારની તુલનામાં .. રોગના હુમલાના કે સ્ટ્રોકની સંભાવના ઓછી રહે છે. હદ્યરોગના જોખમકારક જેવા કે વય અને વારસાગતથી વિપરિત ઉંઘનો આદતો પણ કારણ હોય શકે છે. સંશોધકોએ જણાવ્યું છે કે ચિકિત્સકોએ તેના (ઉંઘના) બારામાં પણ દર્દીને પૂછવું જોઇએ. નિષ્કર્ષએ બાબતનો પુરાવો આપે છે કે આહાર, ધુમ્રપાન અને વ્યાયમની જેમ જ ઉંઘ પણ હદયરોગોના જોખમોમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અધ્યયનના મુખ્ય લેખક અને ડેડ્રોઇટની હેનરી ફોર્ડ હોસ્પિટલના સંશોધક કાર્તિક ગુપ્તાના જણાવ્યા મુજબ ઉંઘને હંમેશા આવા કેસમાં ધ્યાનમાં નથી લેવાતી કે જે હદ્યરોગના જોખમોમાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
#NS News