જીવનશૈલીદેશ દુનિયા

BNP રિક્રૂટમેન્ટ / ગ્રેજ્યુએટ માટે ટેક્નિશિયન, સુપર વાઇઝર, સહિત અન્ય પદો પર નિકળી ભરતી, સેલરી 1 લાખથી વધુ

બેંક નોટ પ્રેસ, દેવોસ (BNP)એ વેલફેર ઓફિસર, સુપરવાઇઝર, જૂનિયર ઓફિસ આસિસ્ટન્ટ અને જૂનિયર ટેક્નીશિયનના પદ પર યોગ્ય ઉમેદવારોની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. યોગ્ય અને ઇચ્છુક ઉમેદવાર આ પદો પર ભરતી માટે આધિકારીક વેબસાઇટ bnpdewas.spmcil.com પર 12 મેથી 11 જૂન2021 સુધી અરજી કરી શકે છે. અરજી, પસંદગી અને ભરતી સંબંધિત તમામ જરૂરી જાણકારી નોટિફિકેશનમાં છે, જે ઉમેદવાર વેબસાઇટ પર ચેક કરી શકે છે.

જરૂરી તારીખ

  • ઓનલાઇન એપ્લિકેશન શરૂ થવાની તારીખ- 12 મે 2021
  • ઓનલાઇન એપ્લિકેશનની છેલ્લી તારીખ – 11 જૂન 2021
  • સ્ટેનો / ટાઇપ ટેસ્ટની તારીખ – જુલાઈ / ઓગસ્ટ 2021
  • ઓનલાઇન પરીક્ષાની તારીખ – જુલાઈ / ઓગસ્ટ 2021

જાહેર પદોની યાદી

  • વેલ્ફેર પ્રેસ – 01 પદ
  • સુપરવાઇઝર – 02 પદ
  • જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ – 15 પદ
  • જુનિયર ટેકનિશિયન – 113 પદ
  • સેક્રેટિયલ આસિસ્ટન્ટ – 01 પદ
  • જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ – 03 પદ
  • કુલ – 135

તમામ પદો પર અરજી માટે નિયત લાયકાત જુદી-જુદી છે. સંબંધિત ટ્રેડમાં ગ્રેજ્યુએટ ઉમેદવાર આ પદો પર ભરતી માટે અરજી કરવા પાત્ર છે. વય મર્યાદા પણ પોસ્ટ પ્રમાણે અલગ અલગ નક્કી કરવામાં આવે છે. ઉમેદવારોએ સંબંધિત પોસ્ટ માટે ટાઇપિંગ અથવા સ્ટેનો પણ આવવું જરૂરી છે. પસંદગી ઓનલાઇન પરીક્ષા અને સ્ટેનો / ટાઇપિંગ ટેસ્ટના આધારે થશે. સેલરી પદાનુસાર અલગ અલગ હશે. જેમાં ઓફિસર પદો માટે મહત્તમ 1 લાખ રૂપિયા માસિકથી વધુ સેલરીની પણ જોગવાઇ છે. અરજી કરવા ઇચ્છતા ઉમેદવારોએ સત્તાવાર સૂચનામાં અન્ય બધી જરૂરી માહિતી તપાસવી પડશે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button