રાજકારણ

મહામારી / ભારતે 60 ટકા એવા દેશોમાં વૅક્સિન મોકલી આપી જ્યાં કોરોનાથી હાલત ખરાબ જ નહોતી : AAP

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ જણાવ્યું કે બીજી લહેરમાં યુવાનોના સેંકડો મોત બદલ કેન્દ્ર સરકાર જવાબદાર છે.

મનિષ સિસોદીયાએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે પોતાની ઈમેજ ચમકાવવા વેક્સિન એક્સપોર્ટ કરી દીધી છે. જો આ વેક્સિન યુવાનોને અપાઈ હોત તો ઘણા બધા યુવાનોના જીવ બચી શક્યા હોત.

સિસોદીયાએ આગળ જણાવ્યું કે દિલ્હીમાં ચોથી અને દેશમાં બીજી લહેર આવી છે. દેશ આખામાં હાહાકાર મચ્યો છે અને અમે અમારા લોકોને ઈચ્છએ છીએ છતાં પણ બચાવી શકતા નથી.

દેશમાં તંગી છતા સરકાર 93 દેશોની વેક્સિન વેચી

કેન્દ્ર સરકાર વિદેશોમાં વેક્સિન મોકલતી રહી. 93 દેશોમાં છેલ્લા 3 મહિનામાં ભારત તરફથી 6.5 કરોડ વેક્સિન મોકલાઈ છે. 93 દેશોમાંથી 60 ટકા દેશમાં કોરોના કન્ટ્રોલમાં છે. 88 દેશમાં મોત કાબૂમાં છે. તો ભારતમાં માર્ચથી અત્યાર સુધી 1 લાખથી 3 લાખ મોત થઈ ચૂકી છે અને આવી સ્થિતિમાં સરકાર વેક્સિન બીજા દેશોમાં મોકલી રહી છે.

ભારત સરકારે પોતાના દેશને વેક્સિન આપવા કંઈ ન વિચાર્યું

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ જણાવ્યું કે ભારત સરકારે પોતાના દેશને વેક્સિન આપવા કંઈ ન વિચાર્યું. વેક્સિનેશન માટે લોકો ઓનલાઈન એપાઈનમેન્ટ લેવા માટે 24 કલાક કમ્પ્યુટર અને મોબાઈલ પર બેસી રહ્યાં છે. કોરોના વેક્સિનની અછત એટલા માટે છે કે કેન્દ્ર સરકારે ઈમેજ ચમકાવવા માટે વેક્સિન એક્સપોર્ટ કરી દીધી. બીજી લહેરમાં મોટી સંખ્યામાં યુવાનોના મોત થયા છે. જો યુવાનોને માર્ચમાં વેક્સિન મળી ગઈ હોત તો આટલી મોટી સંખ્યામાં તેમના મોત ન થયા હોત.

કેન્દ્ર સરકારે પોતાની ઈમેજને પ્રાથમિકતા આપી

સિસોદીયાએ જણાવ્યું કે દિલ્હીમાં કેજરીવાલ સરકારે દરેક તબક્કામાં વેક્સિનેશન પર ભાર મૂક્યો. પરંતુ 18 થી ઉપરના વયના યુવાનો માટે દિલ્હીને અત્યાર સુધી 5.5 લાખ વેક્સિન મળી છે જ્યારે કેન્દ્ર સરકારે 6.5 કરોડ વેક્સિન વિદેશ મોકલી દીધી. કેન્દ્ર સરકારને પોતાના દેશની યુવાનોની પરવાહ નથી. કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય બિરાદરી પાસેથી કંઈક શીખવું જોઈએ. પહેલા પોતાના દેશના લોકોના જીવ બચાવવા જોઈએ. આજે લોકો 24-24 કલાક ઓનલાઈન રહીને પોતાનું જીવન બચાવવા માટે વેક્સિન માટેની અરજી કરી રહ્યાં છીએ. કેન્દ્રના ઈમેજ મેનેજમેન્ટને પ્રાથમિકતા આપવાનું આ પરિણામ છે.

#NS News #Veccine #covid 19 veccine

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button