દેશ દુનિયા

કોરોના અચાનક નહીં, પ્લાનિંગ સાથે દુનિયામાં લવાયો: 2015થી ચીન કરી રહ્યું હતું રિસર્ચ

કોરોના વાયરસ-2020માં અચાનક જ નથી આવ્યો પરંતુ તેની તૈયારી ચીન 2015થી કરી રહ્યું હતું. ચીનની સેના છ વર્ષ પહેલાં કોવિડ-19 વાયરસને જૈવિક હથિયાર તરીકે ઉપયોગ કરવાનું કાવતરું રચી રહ્યું હતું. ‘ધ વિકેન્ડ ઓસ્ટ્રેલિયન’એ પોતાના રિપોર્ટમાં આ ખુલાસો કર્યો છે. રિપોર્ટમાં ચીનના એક રિસર્ચ પેપરને આધાર બનાવવામાં આવ્યું છે જેમાં કહેવાયું છે કે ચીન છ વર્ષ પહેલાંથી જ સાર્સ વાયરસની મદદથી જૈવિક હથિયાર બનાવવાની કોશિશ કરી રહ્યું હતું.

અહેવાલો અનુસાર ચીની વૈજ્ઞાનિક અને હેલ્થ ઓફિસર્સ 2015માં જ કોરોનાના અલગ-અલગ સ્ટ્રેન ઉપર ચર્ચા કરી રહ્યા હતા. એ સમયે ચીની વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે ત્રીજા વિશ્ર્વયુદ્ધમાં તેને જૈવિક હથિયારની જેમ ઉપયોગ કરવામાં આવશે. એવી વાત ઉપર પણ ચર્ચા થઈ હતી કે તેમાં હેરફેર કરીને મહામારીના સ્વરૂપમાં કેવી રીતે બદલી શકાશે.રિપોર્ટમાં એ વાત ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે જ્યારે પણ વાયરસની તપાસ કરવાની વાત આવે છે ત્યારે ચીન પાછળ હટી જાય છે. ઓસ્ટ્રેલિયન સાયબર નિષ્ણાત રોબર્ટ પોટરે કહ્યું કે આ વાયરસ કોઈ ચામાચીડીયાની માર્કેટમાંથી ન ફેલાઈ શકે. આ થિયરી સંપૂર્ણ ખોટી છે. ચીની રિસર્ચ પેપર પર ઉંડો અભ્યાસ કર્યા બાદ રોબર્ટે કહ્યું કે આ રિસર્ચ પેપર એકદમ સાચા છે. અમે ચીનના રિસર્ચ પેપર પર અભ્યાસ કરતાં જ રહીએ છીએ જેથી જાણી શકાય કે આખરે ચીની વૈજ્ઞાનિકો વિચારી શું રહ્યા છે.

ઓસ્ટ્રેલિયન મીડિયાના આ રિપોર્ટને ફગાવી શકાય તેમ નથી. પાછલા વર્ષે અમેરિકામાં ત્યારના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક વખત સાર્વજનિક રીતે કોરોનાને ‘ચીની વાયરસ’ કહ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ચીનની લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે અને તેના કારણથી દુનિયાનું હેલ્થ સેક્ટર તબાહ થઈ રહ્યું છે. અનેક દેશોના અર્થતંત્ર પણ આ વાયરસને સંભાળી શકશે નહીં.ટ્રમ્પે તો ત્યાં સુધી કહ્યું હતું કે અમેરિકી ગુપ્તચર એજન્સીઓ પાસે આ અંગેના પૂરાવા છે અને સમય આવ્યે તેને દુનિયા સામે મુકવામાં આવશે. જો કે ટ્રમ્પ ચૂંટણી હારી ગયા છે અને બાઈડેન તંત્રએ અત્યાર સુધીમાં આ વિશે કશું સાર્વજનિક રીતે કહ્યુંનથી. જો કે બ્લુમબર્ગમાં પાછલા દિવસોમાં જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ તરફ ઈશારો કરાયો હતો કે અમેરિકા આ મામલાને બહુ ગંભીરતાથી લઈ રહ્યું છે.

#Covid 19 #Ns news #Australia media report #china Biological weapon #Biological weapon


NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button