ગુજરાત

આજે રુપાણી સરકારની કોર કમિટીની બેઠક, રાત્રિ કર્ફ્યુ અને પ્રતિબંધોની મુદત વધારવામાં આવે તેવી શક્યતા

રાજ્યના મહામગરોમાં કોરોના વાયરસની સ્થિતિમાં થોડો સુધારો આવ્યો હોય તેવું સરકારી આંકડા પરથી લાગી રહ્યું છે. સરકાર દ્વારા ડાહેર થતા આંકડા પ્રમાણે કેસ અને મૃત્યુમાં ઘટાડો થયો છે જો કે આ આંકડાઓ ખોટા હોય છે તેવા સતત આક્ષેપો થઇ રહ્યા છે. આ બધા વચ્ચે અત્યારે ગામડાઓમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે, જેના કારણે ચિંતામાં વધારો થયો છે. ત્યારે આ બધા વચ્ચે આવતી કાલે એટલે કે 12 મેના દિવસે રાજ્યના 36 શહેરોમાં લાગુ રાત્રિ કર્ફ્યુ અને વિવિધ પ્રતિબંધોની મુદત પુરી થઇ રહી છે.

અત્યારે એવી શક્યતા છે કે રાજ્ય સરકાર આ 36 શહેરોમાં લાગુ રાત્રિ કર્ફ્યુ અને પ્રતિબંધોની મુદત વધારી દેશે. જો કે આ અંગેનો નિર્ણય તો કોર કમિટીની બેઠકમાં થશે. આજે રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક યોજાવાની છે. જેમાં આ રાત્રિ કર્ફ્યુ અને અન્ય જે પ્રતિબંધો લાગુ છે તેના વિશે નિર્ણય લેવામાં આવશે. રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા, આગામી રણનીતિ અને વતી કાલે પુરી થતી રાત્રિ કર્ફ્યુ અને પ્રતિબંધોની મુદતને લઇને આજે કોર કમિટીની બેઠક મળનાર છે. જેમાં કોઇ મોટો નિર્ણય લેવાઇ શકે છે.

ત્યારે એક શક્યતા એવી પણ છે કે રાજ્ય સરકાર રાત્રિ કર્ફ્યુ અને પ્રતિબંધોની મદત આગામી 20 મે સુધી લંબાવશે. રાજ્યમાં હજુ પણ કોરોના વાયરસનો ખતરો પુરી રીતે ટળ્યો નથી, તેને ધ્યાનમાં લઇને આ મુદત લંબાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે અત્યારે રજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અને અન્ય કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.


#ns news #naitik samachar #night curfew #lockdown #letest news

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button