કોરોનાથી નહિ મરે પણ સરકારી નીતિથી માણસો મરી જશે
ગુજરાત સરકારે આજે ભુજ અને ગાંધીધામ સહિત રાજ્યના 36 શહેરોમાં રાત્રી કરફ્યુ અને દિવસે નિયંત્રણના નામે મીની લોકડાઉન એક સપ્તાહ સુધી લંબાવી દીધું છે જેના કારણે વેપારીઓની તમામ આશા ઠગારી નીવડી છે. રમજાન ઇદ, અખાત્રીજ,લગ્નસરાની સિઝનોમાં વેપારીઓએ દુકાનો શરૂ કરવા માટે ઉગ્ર માંગ કરી હતી પણ સરકારે દાદ ન આપતા વેપારીઓએ બળાપો કાઢ્યો છે.
ભુજના તમામ વેપારી સંગઠનો ગમે તે ભોગે દુકાનો ખોલાવવા તૈયાર થયા હતા કલેકટર અને ભાજપના નેતાઓને રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવ્યો આજની જાહેરાત સાંભળી ભુજના હજારો વેપારીઓ ચિંતિત બની ગયા છે વેપારીઓએ જણાવ્યું કે,અમારી રજૂઆતો સરકાર સુધી પહોંચી નથી સરકારને કોરોનાની ચેઇન તોડવામાં મધ્યમ વર્ગ જ કેમ દેખાય છે ઝેરોક્ષ કોપી વાળું લોકડાઉન ફરી થોપી દેવાયું છે. કોરોનાથી માણસો નહિ મરે પણ આવી નીતિથી માણસો મરી જશે આ માટે ભુજના વેપારીઓ આવતીકાલે એકત્ર થઈ હવે શું કરવું તેની રણનીતિ ઘડવાના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરના કેસમાં છેલ્લા કેટલાક દિવસથી આંશિક ઘટાડો જોવા મળે છે. જયારે આજત ઓ રાજ્યમાં નવા કેસની સરખામણીએ ડીસ્ચાર્જ વધુ જોવા મળ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમીતોની સંખ્યા ૭ લાખને પાર કરી ચુકી છે. જયારે હાલમાં પણ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 131832 છે.
#Ns news #Naitik Samachar #latest news #Night curfew
#Gujarat latest news#Section 144 Applies in gujarat