ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ જેવી હાલત: ‘હમાસે’ 130 રોકેટોનો વરસાદ કર્યો: ભારતીય નર્સ સહિત 35 મોત
ઈઝરાયેલ પર આતંકવાદી સંગઠન ‘હમાસે’ વધુ એક ભીષણ હુમલો કર્યો હતો. એક પછી એક એવા 130 રોકેટોનો વરસાદ વરસાવતા ભારતીય નર્સ સહિત 5ના મોત નીપજયા હતા. જયારે ઈઝરાયેલી હવાઈ હુમલામાં ગાઝામાં 35ના મોત થયા હતા.હમાસની અલ કસામ બ્રિગેડે ગાણાપટી તરફથી ઈઝરાયેલ પર ભીષણ હુમલો કર્યો હતો. આ પૂર્વે ઈઝરાયેલે હમાસના કબ્જાવાળા હનાદી ટાવર પર હવાઈ હુમલો કરીને તેને તબાહ કરી નાખ્યો હતો. તેનો બદલો લેવા માટે હમાસે આ કાર્યવાહી કરી હતી.પેલેસ્ટાઈન સાથેના વિવાદ વચ્ચે યુદ્ધ જેવી હાલત સર્જાતા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ લોડ શહેરમાં કટોકટી જાહેર કરી દીધી હતી.
બહાર આવ્યું છે કે ઈઝરાયેલે હમાસ પર શ્રેણીબદ્ધ હવાઈ હુમલા કર્યા હતા તેમાં ગાઝામાં 35ના મોત થયા હતા જયારે ઈઝરાયેલ પરના હુમલામાં ભારતીય નર્સ સહિત પાંચના મોત થયા હતા.પેલેસ્ટાઈનના હમાસ સંગઠને ઈઝરાયેલના તેલઅવીવ, એસ્કેલ તથા હોલોન શહેર પર 130 રોકેટ ઝીંકયા હતા. યેરૂશાલમમાં પણ ભારે હિંસા સર્જી હતી તેમાં ભારતીય નર્સ સહિત 32ના મોત થયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. ઈઝરાયેલે આ પછી હમાસને નિશાન બનાવીને ગાઝાપટી પર હુમલો કર્યો હતો. એક ઈમારતને નિશાન બનાવીને ત્રણ ત્રાસવાદીનો ખાત્મો કર્યો હતો.
પેલેસ્ટાઈન સાથે યુદ્ધ જેવા હાલત સર્જાતા ઈઝરાયેલ દ્વારા લોડ શહેરમાં કટોકટી જાહેર કરી હતી. વડાપ્રધાન નેતન્યાહુએ એમ કહ્યું કે ત્રાસવાદી સંગઠને હમાસે તમામ હદ પાર કરી નાખી છે અને હવે તેને કોઈ બચાવી નહીં શકે. મોટુ કદમ ઉઠાવવામાં સમય આવી ગયો છે. તેને ભારી કિંમત ચૂકવવી પડશે. હમાસે સર્જેલી હિંસામાં ધાર્મિક સ્થળો- દુકાનોમાં પણ આગ લગાડવામાં આવી હતી.દરમ્યાન ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ જેવી હાલત વચ્ચે અમેરિકાએ હિંસા રોકવાની સલાહ આપી છે. જો કે, હમાસના રોકેટ હુમલાના બદલારૂપે ઈઝરાયેલની કાર્યવાહીને યોગ્ય ગણાવી છે. ઈઝરાયેલનું આ કદમ આત્મરક્ષા માટે છે તે ખોટુ નથી છતાં ઈઝરાયેલ, વેસ્ટબેંક, ગાઝા પર સતત નજર છે. રોકેટ હુમલો ચિંતાનો વિષય છે.ઈઝરાયેલી સૈન્ય દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે હવાઈ હુમલામાં ટોચના આતંકવાદી નેતાનો ખાત્મો થયો છે. ઈઝરાયેલના હવાઈ હુમલા વચ્ચે હમાસે પણ વધુ મોટો બદલો લેવાનો હુંકાર કર્યો છે ત્યારે ટેન્શન વધવાના સંકેત છે. ઈઝરાયેલે સૈન્ય સંખ્યા વધારી દીધી છે.
#Ns news #Naitik Samachar #latest news