ગુજરાત

ધો.10માં માસ પ્રમોશન આપવા સામે સ્કૂલના સંચાલકોએ આપી ચેતવણી

વાલી મંડળ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ્દ કરી માસ પ્રમોશન આપવાની માગ કરી રહ્યું છે ત્યારે સ્કૂલ સંચાલકોએ પરીક્ષા લેવાની રજૂઆત કરી

ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાને લઈને નિર્ણય લેવામાં આવશે. રાજ્યના ખાનગી શાળા સંચાલક મંડળે પ્રતિનિધિઓ સાથે પરીક્ષાઓને લઈને ચચર્િ કરી હતી. જેમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા લેવાવી જોઈએ તેવો એકસૂર હતો. આ માટે ખાનગી શાળા સંચાલક મંડળે વિવિધ કારણો પણ આપ્યા હતા. જેમાં ધોરણ 10માં માસ પ્રમોશન આપવામાં આવે તો તમામ વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ આપી શકાય તેટલા વર્ગો નથી. હાલ દર વર્ષે ધોરણ 10ના પાંચથી સાડા પાંચ લાખ વિદ્યાર્થીઓ પાસ થઈને ધોરણ 11માં જાય છે. પરંતુ એકસાથે 13 લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાનો થાય તો સ્કૂલોને મુશ્કેલી પડી શકે છે.

રસીના બે ડોઝ વચ્ચેનું અંતર વધારાયું, 45+ને ફરીથી બુક કરાવો પડી શકે છે સ્લોટ
પ્રાપ્ત માહિતી અનુસાર, તાજેતરમાં કોરોના મહામારીમાં બોર્ડની ધોરણ 10ની પરીક્ષા લેવી કે કેમ તે અંગે ગુજરાત રાજ્યમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની કોર કમિટી અને કારોબારી તેમજ જિલ્લા પ્રતિનિધિઓ સાથે ચચર્િ થઈ હતી. જેમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા લેવામાં આવવી જ જોઈએ તેવું તારણ નીકળ્યું હતું. સ્થાનિક અખબારના અહેવાલ અનુસાર, ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર લખીને ધોરણ 10ની બોર્ડની પરીક્ષા લેવાવી જોઈએ તેવી માગણી કરાઈ હતી. સાથે જ તર્કબદ્ધ કારણો પણ રજૂ કરાયા હતા. જો ધોરણ 10માં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તો ધોરણ 11માં તમામ વિદ્યાર્થીઓ માટે વર્ગની વ્યવસ્થા થઈ શકશે નહીં.

ગત વર્ષની વાત કરીએ કો, 5 લાખ જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જો કે, આ વખતે તમામને માસ પ્રમોશન આપવામાં આવે તો અંદાજે 13 લાખ જેટલા વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ આપવો વડે. જેથી સ્કૂલોમાં ધોરણ 11ના વર્ગોની સંખ્યા બમણી કરવી પડે. જેથી ધોરણ 10ની પરીક્ષા લેવી તેવી ભલામણ ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત ધોરણ 10માં તમામને માસ પ્રમોશન આપવામાં આવે તો રિપીટર વિદ્યાર્થીને પણ માસ પ્રમોશન મળે. જેના પગલે આ વિદ્યાર્થીઓ ધોરણ 12માં આવશે ત્યારે બારમા ધોરણનું રિઝલ્ટ ખૂબ નબળું આવશે.

ડિપ્લોમાં જેવા કોર્સમાં પણ મૂલ્ય ન જળવાય અને અવ્યવસ્થા સર્જાય તેવી દહેશત વ્યક્ત કરી બોર્ડની પરીક્ષા માટે વિવિધ વિકલ્પો વિચારી શકાય તેમ પણ સંચાલક મંડળે જણાવ્યું હતું. જેમાં ધોરણ 10માં ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થામાં વિદ્યાર્થીઓએ શાળાકીય ટેસ્ટ કે એક્ઝામને આધારે એમસીકયુ ટેસ્ટ લઈ શકાય. બોર્ડની દેખરેખ નીચે સ્કૂલમાં જેમ એક્ઝામ લઈ શકાય. ઓનલાઈન માધ્યમથી બોર્ડના નિરીક્ષક નીચે અમુક પ્રકારની પરીક્ષા ગોઠવી શકાય. કોવિડની પરિસ્થિતિ થોડી હળવી થાય પછી જે-તે વિસ્તારની શાળાઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મુખ્ય વિષયની પરીક્ષા લઈ શકે. આમ, ખાનગી શાળા સંચાલક મંડળના સભ્યોએ બહુમતમાં પરીક્ષા લેવી જોઈએ તેવો સૂર વ્યક્ત કર્યો હતો.


નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

#NS News #Naitik Samachar #10th Result #SSC Board Exam

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button