મોદીએ તગેડી મૂકેલા અધિકારી હીરો બની ગયા, મુંબઈને કોરોનાથી બચાવી પોતાની કાબેલિયત સાબિત કરી
મુંબઈમાં બૃહન્મુબંઈ મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલી કામગીરીની સુપ્રીમ કોર્ટે પ્રસંશા કરીને દેશનાં રાજ્યોને મુંબઈ મોડલને અનુસરવાની સલાહ આપી હતી. મોદીએ પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે સાથે ગયા અઠવાડિયે કરેલી વાતચીતમાં મુંબઈમાં કરાયેલી કામગીરીને વખાણતાં મુંબઈના કમિશ્નર ઈકબાલસિંહ ચહલ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવી ગયા છે.
મોદીએ મહારાષ્ટ્રમાં પાછા મોકલી દીધા હતા
રસપ્રદ વાત એ છે કે, આ જ ચહલને મોદી સરકારે પાંચ વર્ષ પહેલાં કેન્દ્ર સરકારમાંથી બેઆબરૂ કરીને પાછા મહારાષ્ટ્ર કેડરમાં મોકલી દીધા હતા. સુશીલ કુમાર શિંદેની નજીક હોવાથી યુપીએ સરકાર વખતે ચહલને ગૃહ મંત્રાલયમાં લઈ જવાયા હતા. ઓફિસર એન સ્પેશિયલ ડયુટી તરીકે ચહલ પાસે તમામ કેન્દ્રશાસિત પ્રદેશોનો હવાલો હતો.
મતભેદ થતાં રજા પર મોકલ્યા
મોદી ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા પછી ચહલને ઉઠાવીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં મોકલી દેવાયા હતા. મેનકા ગાંધી સાથે આઈસીડીએસના અમલીકરણ મુદ્દે મતભેદો થતાં ચહલને રજા પર ઉતારી દેવાયા હતા. એ પછી તેમના ડેપ્યુટેશનને ત્રણ વર્ષ બાકી હોવા છતાં મહારાષ્ટ્ર પાછા મોકલી દેવાયા હતા. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ટેકાથી ઉધ્ધવ મુખ્યમંત્રી બન્યા પછી તેમના દિવસો બદલાયા.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
#NS News #Naitik samachar #Mumbai #Latest News