કેશોદમાં રેમડેસીવીર ઇન્જેકશનના કાળાબજાર કરતા શખ્સની ધરપકડ
તા. 14કેશોદમાં રેમડેસિવર ઇન્જેક્શન ના કાળા બજાર કરતાં શખ્સ ની પોલિસે ધરપકડ કરી તેની સામે ધોરણસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસના હાથે ઝડપાઇ ગયેલ આ યુવાને પોલીસ ને એવું જણાવ્યું છે કે તે એક મહિલા પાસે થી રેમડેસિવર ઇન્જેક્શન મેળવતો ત્યારે પોલીસે આ દિશામાં તટસ્થ તપાસ કરે તેવી લોક માંગ ઉઠી છે.
પોલીસે ઝડપી પાડેલ યુવાને પોલીસ તપાસ દરમિયાન આ રેમડેસિવર ઇન્જેક્શન એક મહિલા પાસેથી તેઓ મેળવતો તેવું જણાવ્યું છે ત્યારે આ મહિલા કોણ ? છે તે દિશામાં તપાસ પોલીસ ચલાવી રહી છે તો ઝડપાયેલ યુવાન અબેન હેલ્થ સેન્ટરમાં કોન્ટ્રેક્ટ પર કામ કરી રહ્યા નું જાણવા મળ્યું છે ત્યારે પોલીસ તટસ્થ તપાસ કરેતો અબેન હેલ્થ સેન્ટર ની અંદરની કોઈ વ્યક્તિ નો આવા ધંધાથીેઓને સહકાર મળી રહીયો છે કે કેમ? તે એક પ્રશ્ર્ન છે આ દિશામાં પણ પોલીસે તપાસ કરવી જોઈએ ત્યારે આવી રીતે કાળા બજારી કરનાર નો ગુનો મોટો કહેવાય પણ તેની કલમ હેઠળ આ ગુનો પાછો જામીન લાયક હોવાથી આરોપી ને જેલમાં જવું પડતું નથી ત્યારે સરકાર ના આવા નિયમો ને લઈ આજે કાળા બજારી કરનાર ને કોઈનો ડર રહીયો નથી ? આવા ગુનાઓ કરનાર ને પાસા ના કાયદા હેઠળ ની કલમ લગાવવામાં આવે તો લોકો આવી ગુનાખોરી કરતાં અટકશે ? બીજી તરફ કેશોદ ના ઉવેશ રફીક નામના ઉ. વ. 23 સામે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ની કલમ 53 મુજબ પોલીસે ગુનો તેમની પાસેથી પોલીસે બે સી. સી. રેમડેસિવર ઇન્જેક્શન 19800 ની રોકડ સાથે કુલ મુદ્દામાલ રૂ26500 જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
#Ns news #Naitik Samachar #latest news #Night curfew
#Gujarat latest news #Remdesivir