દેશ દુનિયા

તૌક્તેના કારણે અત્યાર સુધીમાં 11ના મોત, ગોવામાં ફ્લાઈટો રદ્દ, મુંબઈમાં વરસાદ શરુ, અન્ય રાજ્યોની આ છે સ્થિતિ

દેશમાં દક્ષિણ પશ્ચિમ રાજ્યો પર ચક્રવાતી તોફાન તૌક્તેનું સંકટ તોળાઈ રહ્યુ છે. કેરળ, કર્ણાટક અને ગોવામાં કહેર વર્તાવ્યા બાદ હવે તે ગુજરાત તરફ ફંગોળાયુ છે.

  • તૌક્તેથી 5 રાજ્યોમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત
  • મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ
  • ગોવામાં તોફાનના કારણે તમામ ફ્લાઈટો રદ્દ

તૌક્તેથી 5 રાજ્યોમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત

અરબ સાગરમાં ઉઠેલા ચક્રવાત તૌક્તેથી 5 રાજ્યોમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. ગુજરાતના કિનારાના વિસ્તારોમાં 1.5 લાખ લોકોન શિફ્ટ કરવામાં આવ્યા છે. તોફાન મંગળવારે સવારે પોરબંદર અને મહુવા (ભાવનગર)ની વચ્ચે ગુજરાતના તટથી અથડાઈ શકે છે. આ દરમિયાન તોફાનની સ્પીડ 185 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે.

ગુજરાતે કરી નાંખી આ તૈયારીઓ

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને જોતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 17 જિલ્લાના 655 ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, NDRFની 50 ટીમ, SDRFની 10 ટીમ હાલ ખડેપગે છે. ગુજરાતમાં સમુદ્ર કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા છે. મૌસમ વિભાગ અનુસાર તોફાન 17મેની સાંજથી 18મેએ ગુજરાતના સમુદ્ર કિનારે અથડાશે. મૌસમ વિભાગે ચેતવણી આપી છે કે આ તોફાન 24 કલાકમાં વધારે ખતરનાક થઈ શકે છે. 18 મે સવારે ચક્રવાત તોફાન પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાત તટ પાર કરી શકે છે.

મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ

મુંબઈને ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. મુંબઈના વડાલામાં ચક્રવાત તૌક્તેની અસર દેખાવાનું શરુ થઈ ચૂક્યુ છે. ભારે પવન ફુંકાઈ રહ્યો છે. સાથએ રિમઝિમ વરસાદ થઈ રહ્યો છે. તોફાનના સંકટની વચ્ચે મુંબઈમાં 5 જગ્યાએ અસ્થાયી શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ મુંબઈમાં એનડીઆરએફની 3 ટીમ અને પુરથી બચવા માટે ફાયર બ્રિગેડની 6 ટીમ તૈનાત કરાયી છે.

ગોવામાં તોફાનના કારણે તમામ ફ્લાઈટો રદ્દ

ગોવામાં તોફાનના કારણે અલગ અલગ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે. એક ઘટનામાં બાઈક સવાર પર વીજળીનો થાંભલો પડ્યો. બીજી ઘટનામાં ઝાડ પડવાથી મોત થયું છે. ગોવામાં તોફાનના કારણે તમામ ફ્લાઈટો રદ્દ કરી દેવામાં આવી છે. તોફાનથી ગોવામાં 100 ઘર પુરી રીતે ધ્વસ્થ થયા છે. તો અલગ અલગ જગ્યાએ 500 વૃક્ષ પડવાથી રસ્તા બંધ થઈ ગયા છે.

કેરળમાં ભારે વરસાદ ચાલુ

કેરળમાં તોફાનના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. કેરળમાં આ ચક્રવાતથી 2 લોકોના મોત થયા છએ. અલપ્પુઝામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું છે.

કર્ણાટકમાં અનેક ઘરોને નુકસાન

કર્ણાટકમાં ઉત્તર કન્નડ જિલ્લામાં તૌક્તેનો કહેર વર્તાયો છે. ઉડ્ડપીમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે ઉત્તર કન્નડ જિલ્લામાં તોફાનથી 71 ઘર પડી ગયા છે. માછીમારોની 76 બોટને નુકસાન થયું છે . 270થી વધુ વીજળીના થાંભલા પડી ગયા છે.


#Ns news #Naitik Samachar #latest news #Gujarat latest news #Taukte

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button