વડોદરા ના ફાજલપુર ગામ ના ખેડૂતો જમીન સંપાદન ના વળતર થી વંચિત.

વડોદરા ના ફાજલપુર ગામ ના ખેડૂતો મુંબઇ વડોદરા એક્સપ્રેસ હાઇવે ના જમીન સંપાદન ના વળતર થી વંચિત.
આજ રોજ વડોદરા કલેકટર કચેરીએ ફાજલપુર ના ખેડૂતો એ આવેદન પત્ર આપી જણાવ્યું કે મુંબઇ વડોદરા એક્સપ્રેસ હાઇવે ના જમીન સંપાદન ના વળતર માટે ખેડૂતો વારંવાર જમીન સંપાદન અધિકારીઓ કોઠી કચેરી વડોદરામાં રજૂઆતો કરેલ પણ કોઈ અધિકારીઓ એ ખેડૂતો ની વાત સાંભળી ન હતી,
ખેડૂતો ની જમીન સંપાદન થઈ ગઈ અને રોડ બનાવવાનું કામ પણ ચાલુ થયેલ છે, પણ ખેડૂતો ને કોઈ વળતર રૂપે રૂપિયા મળ્યા નથી,
ખેડૂતો એ એવી ચીમકી ઉચ્ચારી કે વળતર વ્યાજ સાથે નહીં આપવામાં આવેતો અમો કલેકટર ઓફીસ સામે ઉપવાસ પર બેસીસુ.
સાથે પર્યાવરણ બચાવો જમીન બચાવો ના અધ્યક્ષ દીપકસિંહ વીરપુરા એ જણાવ્યું હતું કે ફાજલપુર એકલા ગામ ને આ સમસ્યા નથી આવી જમીન સંપાદન ના વળતર ની ઘણાજ ગામ ના ખેડૂતો ની સમસ્યા છે, જે જે ખેડૂતો પાસે ઓછી જમીન હતી એ પણ આ એક્સપ્રેસ રોડ માં જમીન સંપાદન થઈ ગઈ છે તેવા ખેડૂતો ને વળતર નહીં મળે તો ખેડૂતો ગુજરાન કઈ રીતે ચલાવશે.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)