ગુજરાત

આટલા દિવસો સુધી સમગ્ર રાજ્યમાં રહેશે મધ્યમથી ભારે વરસાદ, આગામી 24 કલાક મહત્વના

હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં રહેશે વરસાદ

  • પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહીતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
  • આવતા 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. આવતા 24 કલાકમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ, ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ અને ઉ.ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. સમગ્ર રાજ્યમાં 3 દિવસ સુધી વરસાદ રહેશે. પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહીતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. લો પ્રેસર સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો હવોનુ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યુ છે.

સાંજ સુધીમાં ધીમુ પડશે વાવાઝોડુ
વાવાઝોડાને લઈને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગુજરાત હવે વાવાઝોડાના ખતરાથી બહાર આવી ગયું છે. NDRFના DG એસ.એન. પ્રધાને આ વિષે જણાવ્યું કે, ગુજરાતમાં પવનની ગતિ ધીમી પડી છે સાથે જ વરસાદ પણ ઓછો થયો છે. સાંજ સુધીમાં વાવાઝોડુ ડિપ્રેશનમાં બદલાઇ જશે. માટે ગુજરાતની સ્થિતિ હવે ખતરાથી બહાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજસ્થાનમાં થોડો વરસાદ થશે પણ તે ખતરાથી બહાર છે. ગુજરાતમાં વાવઝોડાની સ્થિતિ હવે નિયંત્રણમાં છે.

ગુજરાત પર ત્રાટક્યું તૌકતે
ગઇકાલે રાતથી જ ગુજરાત રાજ્યમાં પ્રવેશ્યા બાદ વાવાઝોડું આખા રાજ્યને ઘમરોળી રહ્યું છે. સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ તૌકતે વાવાઝોડાએ ગુજરાતને ટક્કર મારી અને તેજીથી ગુજરાતમાં આગળ વધ્યું. સૌથી વધારે અસર દીવ, અમરેલી, જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી છે. આખી રાત દીવમાં અતિભારે વરસાદ વરસતો રહ્યો. ગુજરાત પર તૌકતે આફત બનીને ત્રાટક્યું છે.

રાજુલામાં 175 કિમીની ઝડપે ફૂંકાયો પવન
નોંધનીય છે કે સોમવારે રાજ્યમાં પ્રવેશ બાદ ધીમે ધીમે વાવાઝોડાની ગતિમાં ઘટાડો થઈ રહ્યો છે. વેરાવળ અને સોમનાથમાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે. વાવાઝોડા સાથે અનેક વૃક્ષો ધરાશાયી થઈ જવાની ઘટનાઓ સામે આવી છે. સોમનાથ બાદ સૌથી વધારે નુકસાન રાજુલા અને જાફરાબાદમાં થી છે. રાજુલાથી સાવરકુંડલા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો અને વૃક્ષો પડી જતાં રાજુલાથી ભાવનગરનો રસ્તો પણ બંધ હતો. રાજુલામાં 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉના અને ગીરમાં અનેક ગામો સંપરવિહોણા બન્યા છે. સોમનાથ, વેરાવળ, ઉનામાં 130 કિલોમીટર સુધીની પવનની ઝડપ જોવા મળી હતી.

મહુવા, રાજુલા, ખાંભા, બાબરામાં 5-5 ઇંચ વરસાદ
વાવાઝોડાના કારણે આખી રાત ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથ તથા અમરેલીમાં નોંધાયો છે. બગસરામાં 8 ઈંચ, ગીર ગઢડામાં 7.5 ઇંચ, ઉમરગામમાં 7.5 ઇંચ , ઉનામાં 7 ઇંચ, સાવરકુંડલામાં 6.5 ઇંચ વરસાદ, પાલીતાણામાં 6 ઇંચ, અમરેલીમાં 5 ઇંચ વરસાદ, મહુવા, રાજુલા, ખાંભા, બાબરામાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે.


#Ns news #Naitik Samachar #latest news #tauktae #Taukte

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button