રાહુલે મોદી સરકાર પર સાધ્યો નિશાનો, કહ્યુ રસી ઓછી થઈ રહી છે અને મોત વધી રહ્યા છે
ફરી એક વાર રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાનો સાધ્યો છે.
- કેન્દ્ર સરકારની નીતિ બસ ધ્યાન ભટકાવવા- રાહુલ
- કેન્દ્ર સરકારની નીતિ જૂઠ્ઠાણું ફેલાવા – રાહુલ
- બૂમો પાડીને તથ્યોને છુપાવવાની છે – રાહુલ
કોરોનાને લઈને અવાર નવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પીએમ તથા મોદી પર નિશાનો સાધતા રહ્યા છે. ફરી એક વાર રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાનો સાધ્યો છે. સતત રોજે રોજ રાહુલ ગાંધી ટ્વીટ કરી સરકાર પર નિશાનો સાધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ મોત નોંધાયા છે. 24 કલાકમાં 4525 લોકોના મોત છે. જે 24 કલાકમાં નોંધાતા આંકડામાં સૌથી વધુ છે.
કેન્દ્ર સરકારની નીતિ બસ ધ્યાન ભટકાવવા
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાનો સાધતા કહ્યુ કે દેશમાં રસી ઓછી થતી જઈ રહી છે અને કોવિડથી મોતનો આંક વધતો જઈ રહ્યો છે. રાહુલે કહ્યુ કે કેન્દ્ર સરકારની નીતિ બસ ધ્યાન ભટકાવવા, જૂઠ્ઠાણું ફેલાવા અને બૂમો પાડીને તથ્યોને છુપાવવાની છે.
રાહુલ “મોદી સિસ્ટમ” ને ફેઇલ કહી ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે ગત રોજ રાહુલ ગાંધીએ ટ્વિટ કરતાં લખ્યું છે કે “મોદી સિસ્ટમ” માં જેટલી સરળતાથી સવાલ કરવાવાળાની ધરપકડ થાય છે, જો એટલી સરળતાથી વેક્સિન મળી જાય તો દેશની આ દર્દભરી સ્થિતિ ના થઈ હોત. કોરોનાને રોકો, લોકોના સવાલોને નહીં. જણાવી દઈએ કે કેટલાક દિવસ પહેલા દિલ્હીમાં પ્રધાનમંત્રીની ટીકા કરતાં પોસ્ટર જેમણે લગાવ્યા, તે લોકોની ધરપકડ કરવામાં આવી. આ ધરપકડના વિરોધમાં પણ રાહુલ ગાંધી સહિત ઘણા બધા કોંગ્રેસ નેતા અને કાર્યકરોએ પોતાનું ટ્વિટર પ્રોફાઇલ બદલીને તે પોસ્ટર મૂક્યું હતું. તે પોસ્ટરમાં લખ્યું હતું કે “મોદીજી તમે અમારા બાળકોની વેક્સિન વિદેશ કેમ મોકલી?