જો તમે રોકડ આપ-લેના બદલામાં ડિજિટલ ટ્રાન્ઝક્શન કરો છો તો આ ખબર તમારા માટે છે. કારણ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ડિજિટલ ટ્રાન્ઝક્શનને લઇ એલર્ટ બહાર પાડ્યું છે. RBIએ કહ્યું કે, 23 મેના રોજ પૈસા ટ્રાન્સફર કરવામાં અમુક કલાકો સુધી મુશ્કેલી રહેશે. કારણ કે તે દરમિયાન NEFT સર્વિસ કામ કરશે નહીં. કેન્દ્રીય બેંકે કહ્યું છે કે, જે પણ ગ્રાહકોએ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરવું છે તેઓ 23 મેના રોજ તે દરમિયાન ટ્રાન્ઝેક્શન ના કરે, જે સમયે NEFT ઠપ્પ રહેશે. RBIએ ટ્વીટ કરી પહેલાથી જ આ બાબતે જાણકારી આપી દીધી છે.
ટ્વીટ કરી RBIએ શું લખ્યું
RBIએ ટ્વીટ કર્યું છે કે, 22 મેના રોજ બેંકિંગ કામકાજ પૂર્ણ થયા પછી બેંકોમાં ટેક્નિકલ અપગ્રેડેશનનું કામ ચાલશે. આ કારણે 23મેના રોજ રાતે 12 વાગ્યાથી લઇ 2 વાગ્યા સુધી આ કામ કરશે નહીં. આ દરમિયાન ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં મુશ્કેલી આવી શકે છે.
શું હોય છે NEFT, તેની લિમિટ કેટલી?
NEFT એટલે કે નેશનલ ફંડ ટ્રાન્સફર સિસ્ટમ. જે એક ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે. જેના કારણે એક બેંકમાંથી પેમેન્ટ બીજી બેંકમાં ઓનલાઇન રીતે થાય છે. જે એક બેંકમાંથી પૈસાનું ટ્રાન્સફર બીજી બેંકમાં ડિજિટલી થાય છે, તે NEFTના માધ્યમે થાય છે.
આવામાં ઘણા લોકોના મનમાં સવાલ રહેતા હોય છે કે, NEFT હેઠળ આપણે વધુમાં વધુ કેટલા રૂપિયા મોકલી શકીએ છીએ અને ઓછામાં ઓછા કેટલા રૂપિયા મોકલી શકીએ છીએ. જણાવીએ કે, વધુમાં વધુ કેટલા રૂપિયા મોકલી શકાય છે તે દરેક બેંકમાં અલગ અલગ હોય છે. તેને બેંક જ નક્કી કરે છે. પણ ઓછી રકમ મોકલવાને લઇ કોઇ નિયમ નથી.
RTGS અને IMPS થી કેટલા રૂપિયા ટ્રાન્સફર થાય છે?
NEFT ઉપરાંત RTGS અને IMPS (Immediate Payment Service)નો ઉપયોગ કરીને પણ પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. RTGSની વાત કરીએ તો તેના દ્વારા એકવારમાં 2 લાખ રૂપિયાથી ઓછી રકમ ટ્રાન્સફર કરી શકાય નહીં. મેક્સિમમ અમાઉન્ટની લિમિટ જુદી જુદી બેંકોમાં અલગ અલગ છે. IMPS દ્વારા એક દિવસમાં 2 લાખ રૂપિયા સુધીની રકમ રિયલ ટાઈમમાં ટ્રાન્સફર કરી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ nsnews ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો nsnews ની મોબાઇલ એપ્લિકેશન.