ક્રાઇમગુજરાત

ભરૂચ હોસ્પિટલ આગની ઘટનાઃ 9 ટ્રસ્ટીઓની ધરપકડ, 18 દર્દીઓના થયા હતા મોત

ભરૂચઃ થોડા દિવસ પહેલા ભરૂચના બાયપાસ રોડ ઉપર આવેલી પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 18 લોકો જીવતા બળીને ખાખ થયા હતા. આ ઘટનામાં પોલીસે પટેલ વેલ્ફેર હોસ્પિટલના 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરી લીધી છે, કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના મામલે સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ હતી. એટલું નહી જે સમયે આગ લાગી ત્યારે હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીનું પ્રમાણ પત્ર પણ નહોંતું, જેને લઈને હોસ્પિટલ સંચાલકોની બેદરકારીને કારણે આગ લાગ્યું હોવાનું સામે આવ્યું હતું જેને લઈને સંચાલકો સામે બેદરકારીને લઈને બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. અને જેમાં બદઈરાદે હત્યા કરવાનો ગુનો દાખલ કરાયો હતો.

ભરૂચના બાયપાસ રોડ પર આવેલી પટેલ વેલ્ફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. જેમાં ભરૂચના કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી પરંતું 1 મેના રોજ કોવિડ હોસ્પિટલના ICU-1માં અચાનક આગ લાગી હતી.

મોડી રાત્રે લાગેલી ભયંકર આગને કારણે દોડધામ મચી જવા પામી હતી.તેમજ ICU સહિત હોસ્પિટલના અનેક ભાગમાં આગ પ્રસરતા અફરાતફરીની માહોલ સર્જાયો હતો, લાગેલી ભીષણ આગમાં 18 લોકો જીવતા બળીને ખાખ થઈ ગયા હતા જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય લોકોને સારવાર અર્થે અલગ અલગ હોસ્પિટલોમાં ખસેડાયા હતા.

મહત્વનું છે કે આગની ઘટનાને લઈને રાજ્યમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા અને તપાસ માટે રાજ્યના બે સિનિયર અધિકારીઓને સમગ્ર મામલે તપાસ કરવાનો નિર્દેશ કર્યો હતો.

જેને લઈને રાજ્યના લેબર અને રોજગાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી વિપુલ મિત્રા અનેઆઇએએસ અઘિકારી મ્યુનિપાલિટી કમિશનર રાજકુમાર બેનિવાલને તાત્કાલિક ધોરણે ભરૂચ પહોંચીને તપાસ શરૂ કરી હતી.હાલ તો સમગ્ર મામલે આગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, કોવિડ હોસ્પિટલના 9 સંચાલકો સામે ફરિયાદના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે.


#Ns news #Naitik Samachar #latest news #Gujarat latest news #bharuch news #patel walfer covid hospital #bharuch covid hospital fire

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button