દેશ દુનિયા

રોકાણકારો ભરાયા / હવે ક્રિપ્ટોકરન્સીની લેવડ-દેવડ પેટીએમથી નહીં કરી શકો, કંપનીએ ભારતમાં લગાવી રોક

Paytm becomes only app offering NEFT transactions 24/7 | Business News –  India TV

અમેરિકા અને ચીન પછી હવે ભારતમાં પેટીએમ બેંકે ક્રિપ્ટોકરન્સી ટ્રાન્જેક્શન રોકવાની જાહેરાત કરી છે. ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આદેશ પછી બેંકે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્જેક્શન બંધ કરવાનો નિર્ણય લીધો. ક્રિપ્ટોકરન્સી બંધ થવાના કારણે રોકાણકારોને ભારે ફટકો પડ્યો છે. કારણ કે તેમના રૂપિયા ક્રિપ્ટોકરન્સીમાં ફસાઇ ગયા છે.

જુદા-જુદા ક્રિપ્ટો એક્સચેન્જના ડેટા મુજબ અંદાજે દોઢ કરોડ ભારતીયોએ ક્રિપ્ટોકરન્સી બજારમાં 15 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ, આ રોકાણ વજીર એક્સ, કોઇન સ્વિચ જેવી એપ્લિકેશન દ્વારા કરવામાં આવ્યું. બિટકોઇન ગુરુવારે તેના ઉચ્ચતમ સ્તર 42 હજાર પહોંચી શુક્રવારે પટકાયો. તેમાં 10 ટકાનો ઘટાડો થયો અને તે 36876 સુધી પહોંચી ગયો.

ચીને સંપત્તીની સુરક્ષાનું જોખમ ગણાવ્યું

અમેરિકા અને ચીને આ અઠવાડિયે પ્રતિબંધ લાદ્યા. ચીને તેના બેંકો, નાણાકિય સંસ્થા અને પેમેન્ટ કંપનીઓને ક્રિપ્ટો કરન્સી લેવડ-દેવડ સંબંધિત સેવાઓ પર રોક લગાવી છે. સાથે જ રોકાણકારોને ક્રિપ્ટો ટ્રેન્ડિંગને લઇ ચેતવણી આપી છે. ત્યાંના જ તજજ્ઞોએ જણાવ્યું કે ક્રિપ્ટોકરન્સીના ભાવ આસમાને આંબી ગયા છે. તેથી સટ્ટા વેપાર ઝડપથી વધી રહ્યો છે. તેનાથી સામાન્ય લોકોની સંપત્તીની સુરક્ષા પર ગંભીર જોખમ તોડાઇ રહ્યું છે.

ચીનના પ્રતિબંધ પછી બિટકોઇનમાં ઘટાડા પછી યૂનિસ્વેપ અને અન્ય ક્રિપ્ટો કરન્સીમાં પણ 20 ટકાનો ઘટાડો નોંધાયો. હકીકતમાં ચીનને અંદાજ છે કે જો ક્રિપ્ટો કરન્સીનું ચલણ ઝડપથી વધશે, તો તેનાથી શેર બજાર, નાણાકિય સંસ્થાઓ સહિત અન્ય નાણાકિય લેવડ-દેવડ પ્રભાવિત થશે. તેથી ચીને તેના પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે.

10 હજાર ડોલરથી ઊપર રોકાણ કરવા પર આપવી પડશે જાણકારી

અમેરિકાના નાણાકિય વિભાગે ક્રિપ્ટો કરન્સીમાં થઇ રહેલા રોકાણ પર નિયંત્રણ માટે ક્રિપ્ટો કરન્સીમાં કરવામાં આવતા 10 હજાર ડોલર ઊપર રોકાણની જાણકારી ઇન્ટરનલ રેવન્યૂને આપવાની રહેશે.


#Ns news #Naitik Samachar #latest news #paytm #cryptocurrency  #rbi

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button