સત્તાના નશામાં ચૂર કલેકટરે લોકડાઉનમાં દવા લેવા જતા યુવાનને લાફો માર્યો, મોબાઈલ તોડી નાંખ્યો
સત્તાના ઘમંડમાં રાચતા વધુ એક કલેકટરે લોકડાઉન દરમિયાન કરેલી હરકત બાદ સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે.
થોડા દિવસ પહેલા ત્રિપુરાના કલેકટરે એક લગ્ન સમારોહમાં ઘુસીને લગ્ન કરાવતા પંડિતજીને થપ્પડ મારવાની સાથે હંગામો કર્યો હતો. હવે છત્તીસગઢના સૂરજપુરના કલેકટર રણીવર શર્માએ લોકડાઉનમાં દવા લેવા નિકળેલા એક યુવાનને થપ્પડ મારવાનો વિડિયો વાયરલ થયા બાદ ભારે હંગામો મચ્યો છે. જોકે છત્તીસગઢ સરકારે કલેકટરને સસ્પેન્ડ કરવાની જગ્યાએ બદલી કરીને સંતોષ માન્યો છે.
મળતી વિગતો પ્રમાણે કલેકટર શર્માએ લોકડાઉન દરમિયાન યુવાનને રસ્તા પર અટકાવ્યો હતો. યુવાને પોતે દવા લેવા જઈ રહ્યો હોવાનુ કહ્યુ હતુ અને મોબાઈલમાં પ્રિસ્ક્રિપ્શન પણ બતાવ્યુ હતુ. સત્તાના નશામાં ચૂર થઈને યુવાનના હાથમાંથી તેનો મોબાઈલ છીનવીને રસ્તા પટકીને તોડી નાંખ્યો હતો. એટલુ જ નહી યુવાનને એક થપ્પડ મારી દીધી હતી. પોતાની સાથેના સુરક્ષા કર્મીને આ યુવાનને લાકડી વડે મારવાનુ ફરમાન પણ કર્યુ હતુ.
સોશિયલ મીડિયા પર લોકોએ કલેકટર સામે અને સાથે સાથે આઈએએસ અધિકારીઓની સત્તા સામે સવાલ ઉઠાવવાના શરુ કર્યા બાદ છત્તીસગઢ સરકાર હરકતમાં આવી હતી અને કલેકટર રણવીર શર્માની બદલી કરી છે. કલેકટરને પણ માફી માંગવાની ફરજ પડી છે. જોકે સોશિયલ મીડિયા પર લોકો કલેકટરને સસ્પેન્ડ કરવાની માંગણી કરી રહ્યા છે.
#Ns news #Naitik Samachar #latest news #Gujarat latest news #collector ranvir sharma