Mucormycosis : જાણો બ્લેક ફંગસથી બચવા માટે એઇમ્સના ડૉક્ટરે શું કહ્યું
Mucormycosis : કોરોનાના દર્દીઓમાં બ્લેક ફંગસના (Black Fungus) કેસ વધી રહ્યા છે. એવામાં સામાન્ય લોકોને આ બિમારીથી જાગૃત કરવા માટે દેશના બે પ્રખ્યાત હેલ્થ એક્સપર્ટે આ વિશે જાણકારી આપી. એઇમ્સના ( AIIMS) ડાયરેક્ટર ડૉ, રણદીપ ગુલેરિયા અને પ્રખ્યાત હૉસ્પિટલ મેદાંતાના ચેયરમેન ડૉ.નરેશ ત્રેહને બ્લેક ફંગસ (Black Fungus) એટલે કે મ્યૂકરમાઇકોસિસને (Mucormycosis) લઇ જાણકારી આપી.
સાંકેતિક તસ્વીર
સ્ટેરોઇડનો વધારે ઉપયોગ ન કરવો
બ્લેક ફંગસથી (Black Fungus) કેવી રીતે બચી શકાય તેને લઇ ડૉ.રણદીપ ગુલેરિયાએ ત્રણ મહત્વપૂર્ણ તથ્યો જણાવ્યા છે. તેમણે જણાવ્યુ કે બ્લડ શુગર લેવલ પર નિયંત્રણ, જે લોકો સ્ટેરોઇડ લઇ રહ્યા છે તેઓ રોજ શુગર લેવલ ચેક કરે , ધ્યાન રાખો કે સ્ટેરોઇડ ક્યારે આપવાની છે અને કેટલા ડોઝ આપવાના છે.
બ્લેક ફંગસને (Black Fungus) લઇ થઇ રહ્યા છે ખોટા દાવા
ડૉ.રણદીપ ગુલેરિયા આગળ જણાવે છે કે બ્લેક ફંગસને લઇ કેટલાક ખોટા દાવા કરવામાં આવી રહી છે કે કાચુ ખાવાથી આ થઇ રહ્યુ છે, પરંતુ આની પુષ્ટિ માટે કોઇ આંકડા નથી. સાથે જ ઓક્સિજનના ઉપયોગને લઇને પણ કોઇ લેવા-દેવા નથી. આ હોમ આઇસોલેશનમાં રહેનારા લોકોમાં પણ થાય છે.
બ્લેક ફંગસના લક્ષણ
મેદાંતાના ચેયરમેન ડૉ.નરેશ ત્રેહાને જણાવ્યુ કે કોવિડ દર્દીઓમાં થયેલા મ્યુકરમાઇકોસિસના લક્ષણોમાં પીડા, નાક ભરાવું, ગળામાં સોજો, મોંઢાની અંદર ફંગસના ડાઘા છે. તેના માટે તાત્કાલિક મેડિકલ સારવારની જરુર છે. તેમણે આગળ જણાવ્યુ કે બ્લેક ફંગસને કંટ્રોલ કરવા માટે સ્ટેરોઇડ્સનો વિવેકપૂર્ણ ઉપયોગ અને શુગર લેવલને કંટ્રોલમાં રાખવાનું છે.
#Ns news #Naitik Samachar #latest news #Mucormycosis