ગુજરાત

ભીલડી પંથકમાં એક માસથી વેક્સિન ઉપલબ્ધ ન કરાતાં નગરજનોમાં ભારે રોષ

ડીસા તાલુકાના ભીલડી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવતો નથી. જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પોતાનો કામ ધંધો છોડીને આજુ બાજુની પી.એચ.સીમાં વેક્સિનનો ડોજ લેવા લોકો ધરમધક્કા ખાઇ રહ્યા છે.

બીજી લહેરમાં ઘણા લોકો કોરોના સંક્રમિત બન્યા અને ઘણા લોકો જીવ ગુમાવી રહ્યા છે. સંક્રમણના વધારાને લઈ લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. લોકો જીવ બચાવવા માટે પી.એચ.સી.ઓમાં વેક્સિનનો ડોઝ લેવા ધરમધક્કા ખાઇ રહ્યા છે પરંતુ ઉપરથી જથ્થો ન ફાળવતાં લોકો સવારથી કામ ધંધો છોડી વેક્સિન લેવા સેન્ટરો પર ધરમ ધક્કા ખાઈ રહ્યાં છે. એકબાજુ ૧૮ વર્ષ થી ઉપર ના વ્યક્તિઓ વેક્સિન લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પણ વેક્સિન ન મળતા વેક્સિનની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. તેમજ વેક્સિનનો પહેલો ડોઝ લેનારા વ્યક્તિઓ બીજા ડોઝ માટે રસી કેન્દ્ર ઉપર ધરક ધકકા ખાઈ રહ્યા છે. પરંતુ રસીકરણ કેન્દ્ર ઉપર ખંભાતી તાળા મારેલા જોવા મળી રહ્યા છે.

બીજો ડોઝ લેનારાઓની રસી કરણની સમય મર્યાદા પણ પૂર્ણ થયેલ છે. અને બીજો ડોઝ ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર એક તરફ લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી રહી છે અને કોરોથી બચવા માટે એક માત્ર વેક્સિન રામબાણ માનવામાં આવી રહી છે. જોકે વેક્સિન ઉપલબ્ધ ન હોવાના કારણે લોકો વેક્સિન માટે જાય તો ક્યાં જાય તે એક મોટો પ્રશ્ન છે. જેથી સરકાર દ્વારા ઝડપથી વેક્સિનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોક માગ ઉઠી રહી છે.

#nsnews #naitiksamachar #bhildi

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button