રમત ગમત

વિરાટના રેકોર્ડ તોડવા મુશ્કેલ

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ધુરંધર બેટસમેન ડેવિડ વોર્નરે વિરાટ કોહલીની સફળતાના બે મોઢે વખાણ કરતા કહ્યું કે મારા મતે વિરાટ કોહલી દુનિયાના શ્રેષ્ઠ બેટસમેન અને તેના સદીનો રેકોર્ડ તોડવો સરળ નથી.

વિરાટ કોહલીના નામે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૭૦ સદીનો રેકોર્ડ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં વિરાટ કોહલીની બેટિંગની સરેરાશ ૫૦થી વધુ છે. વિરાટ કોહલીના નામે વનડે ઇન્ટરનેશનલમાં ૪૩ સદી અને ટેસ્ટમાં ૨૭ સદી ફટકારવાનો રેકોર્ડ છે.

વોર્નરે ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતાં લખ્યું કે એ કહેવું સાચું છે કે અમે વિરાટ કહોલીનો રેકોર્ડ તોડી શકીશું નહીં. ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટસમેન ડેવિડ વોર્નર હાલ ક્રિકેટરોમાં ૪૩ આંતરરાષ્ટ્રીય સદીની સાથે યાદીમાં બીજા નંબર પર છે. વોર્નરે પોતાની ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરતા વિરાટ કોહલીના વખાણ કર્યા છે.

#nsnews #naitiksamachar #virat kohli #record virat kohli

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button