આકાશમાંથી ડ્રેગન પર નજર રાખશે ભારત, ઇઝરાઇલ પાસેથી મળશે સાયલન્ટ કિલર હેરોન ડ્રોન

ચીનની સાથે નિયંત્રણ રેખાની સાથે-સાથે અન્ય સરહદી વિસ્તાર પર નજર રાખવા માટે ભારતીય સેનાને નજીકનાં ભવિષ્યમાં ઇઝરાયેલથી અપડેટેડ હેરોન ડ્રોન મળનારા છે, જો કે કોરોના રોગચાળાનાં કારણે વિલંબ થયો છે, ભારતને 4 ડ્રોન મળશે, તેની વિશેષતા એ છે કે આ સતત બે દિવસથી વધુ સમય સુધી ઉડાન ભરી શકે છે, અને 10 હજાર મીટરની ઉંચાઇથી ટોલ લેવામાં સક્ષમ છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ સરકારી સૂત્રોનાં ટાંકીને જણાવ્યું છે કે, ટૂંક સમયમાં ભારતમાં આવનારા 4 ડ્રોન હાલનાં હેરોન કરતાં વધુ અદ્યતન છે અને તેમની એન્ટી-જામિંગ ક્ષમતા પુર્વેની એડિશન કરતાં ઘણી સારી છે. આ ડ્રોન પીએમ મોદીની આગેવાની હેઠળની સરકાર દ્વારા સંરક્ષણ દળને અપાયેલી વિસ્તૃત ઇમર્જન્સિ આર્થિક સહાય હેઠળ કરવામાં આવી રહ્યા છે. સૈન્યને ઇમરજન્સી આર્થિક સહાય રૂપે 500 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે, જેનો ઉપયોગ તેઓ સાધનો અને સિસ્ટમો ખરીદવા માટે કરી શકે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ચાર હેરોન ડ્રોન સિવાય અન્ય ઘણા નાના ડ્રોન પણ સેનાને આપવામાં આવશે, જેનો ઉપયોગ બટાલિયન કક્ષાનાં સૈનિકો દ્વારા કરવામાં આવશે. આ ડ્રોન સૈનિકો તેનું સંચાલન કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય સૈન્ય ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં મદદ મળી શકે તેવા શસ્ત્રો પ્રાપ્ત કરવામાં લાગી છે.
#NSNEWS #NAITIK SAMACHAR #HERON DRON