ગુજરાત

પાટણનો ચકચારી કિસ્સોઃ મહિલાએ બે વર્ષની પુત્રી અને માતાને બાંધીને નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું

પાટણના ચાણસ્માથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પોતાની 2 વર્ષના પુત્ર અને માતાને પોતાની સાથે બાંધી નર્મદા કેનાલમાં ઝંપલાવી દીધું હતું. આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી. જેને કારણે મોટી સંખ્યામાં લોકો કેનાલ પર એકત્ર થઈ ગયા હતા. પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. અને તરવૈયાઓની મદદથી તપાસ અભિયાન શરૂ કર્યું હતું.

પાટણના ભુલપુરા ગામની એક મહિલા પોતાની બે વર્ષની પુત્રી અને પોતાની માતા સાથે નર્મદા કેનાલ પાસે પહોંચી હતી. અને માતા અને દીકરીને પોતાની સાથે બાંધી નર્મદા કેનાલમાં ઝંપલાવી દીધું હતું. આ વાતની જાણ થતાં જ જે લોકો દોડી આવ્યા હતા. અને અમુક લોકોએ કેનાલમાં કૂદીને તેઓની શોધખોળ પણ હાથ ધરી હતી. ઘટનાસ્થળેથી મહિલાનું એક ટુવ્હીલર મળી આવ્યું હતું. મહિલાના પતિએ આ ટુવ્હીલર પોતાનું હોવાનું જણાવ્યું હતું.

મહિલાના આપઘાતના કેસ મામલે પોલીસ પણ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને કાર્યવાહી હાથ ધરી હતી. પણ સાંજ પડવા સુધી પણ મહિલા અને દીકરી તેમજ માતા મળી આવ્યા ન હતા. આ ઘટનાની જાણ મૃતકના ગામમાં થતાં સૌ કોઈ આઘાતમાં ગરકાવ થઈ ગયા હતા. અને સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ મામલે હજુ પણ તપાસ અભિયાન ચાલુ છે.


#Ns news #Naitik Samachar #latest news #Gujarat latest news #patan news #sucied

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button